આમ તો દરેક મહિનાની પહેલી તારીખ લોકો માટે ખાસ હોય છે. કારણ કે આ દિવસે નાણાં સંબંધિત ઘણા ફેરફારો જોવા મળે છે. પરંતુ 1 જૂને તમારા જીવનના ત્રણ મોટા ફેરફારો જોવા મળશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એટલા માટે સમજી વિચારીને ફાઇનાન્સ સંબંધિત પ્લાન બનાવો. નહિંતર, ફટકો પડી શકે છે. આપને જણાવી દઈએ કે, 1 જૂને ઘરેલુ ગેસ સહિત સીએનજી (CNG) પીએનજી (PNG) ના દરોમાં વધારો થવાની સંભાવના છે. સાથે જ વાહનો પર પણ રૂપિયા વધવાની પૂરી અપેક્ષા છે.
LPG ના ભાવમાં ફેરફારની સંભાવના
આપને જણાવી દઈએ કે, મે મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, 1 જૂને ઘરેલુ 14 કિલોના સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો થવાની સંભાવના છે. તેની સાથે સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલા એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો નિશ્ચિત માનવામાં આવે છે. જો કે, આ ચૂંટણીનું વર્ષ છે તેથી સરકાર કાળજીપૂર્વક વિચાર્યા પછી કોઈપણ પ્રોડક્ટ પર રૂપિયા નક્કી કરશે.
ટૂ વ્હીલર ખરીદવું થશે મોંઘું
મળતી માહિતી મુજબ, ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાનું સપનું જોનારા લોકો માટે દુખદ સમાચાર છે. કારણ કે, 1 જૂનથી ઈલેક્ટ્રિક ટુ વ્હીલર વાહનોના ભાવમાં વધારો થશે. 21 મેના રોજ જારી કરાયેલી નોટિફિકેશનના આધારે હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે ઈલેક્ટ્રિક ટુ વ્હીલર પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી આ સબસિડી 15 હજાર રૂપિયા પ્રતિ kWh હતી. જે ઘટાડવાનો આદેશ આપવામાં આવશે. નિષ્ણાતોના મતે 1 જૂનથી ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી 25થી 30 હજાર રૂપિયા મોંઘી થઈ જશે.
દાવા વગરના રૂપિયા પરત કરવામાં આવશે
1 જૂનથી આરબીઆઈની સૂચના મુજબ, બેંક દાવો ન કરેલી થાપણોને પરત કરવા માટે એક અભિયાન શરૂ કરશે. બેંકની ટીમ રૂપિયાના વારસદારને શોધી કાઢશે. તેમજ રૂપિયા પણ તેને પરત કરવામાં આવશે. આ ઝુંબેશ 1 મહિનાથી વધુ ચાલશે તેવી અપેક્ષા છે. જેથી બેંક પર કોઈનું લેણું ના રહે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલના દર લાંબા સમયથી સ્થિર છે એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની દરેકને આશા છે.