ગ્રીન ટી અનેક ગુણોથી ભરપૂર હોય છે, વજન ઘટાડવાથી લઈને ગ્લોઈંગ સ્કિન માટે પણ તે ફાયદાકારક છે. તેમાં મળતું એન્ટીઓક્સીડેન્ટ હૃદય અને મગજ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગ્રીન ટી એ ખૂબ જ પસંદ કરાતું પીણું છે. પરંતુ શું એ વાત સાચી છે કે ગ્રીન ટી શરીરને જેટલો ફાયદો કરે છે તેટલો જ તે સ્કીન માટે પણ ફાયદાકારક છે? તો જવાબ છે હા, ગ્રીન ટી ચહેરા માટે પણ ખૂબ જ સારી છે, તેથી બજારમાં ઘણી એવી કોસ્મેટિક પ્રોડક્ટ્સ છે જે ગ્રીન ટીના અર્ક હોવાનો દાવો કરે છે.
સ્કીન સ્પેસ્યાલિસ્ટ, ડૉ. આંચલ પંથે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ગ્રીન ટી અર્ક અથવા ઈજીસીજી (EGCG), જ્યારે ત્વચા પર લાગુ કરવામાં આવે છે, ત્યારે એન્ટીઑકિસડન્ટ, યુવી કિરણોથી રક્ષણ, એન્ટી એજિંગ, એન્ટી ઈમ્ફ્લેમેટરી અને ઇમ્યુનોમોડ્યુલેટરી અસરો હોય છે. તે ઘા મટાડવા અને ત્વચાના સમારકામ માટે કામ કરે છે. તે ચહેરાના સોજાને પણ મટાડે છે સાથે જ તે કરચલીઓને પણ અટકાવે છે.
સ્કીન માટે ગ્રીન ટીના ફાયદા
ગ્રીન ટી ત્વચા માટે ખૂબ જ સારી છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ, ગ્રીન ટી એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને કેટેચીન્સ, જે ત્વચાને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ એન્ટીઓકિસડન્ટો વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં મદદ કરી શકે છે અને ત્વચાના એકંદર આરોગ્યને સુધારી શકે છે.
પિમ્પલ્સ માટે સારી છે
પિમ્પલ્સ અને ખીલ માટે ગ્રીન ટી ખૂબ જ સારી છે. તેને પીવાથી અથવા લગાવવાથી ત્વચા પરના લાલ ખીલના રેસિસ સાથે એક્ઝિમાને ઘટાડે છે.
યુવી સામે સુરક્ષા
ગ્રીન ટીમાં પોલિફીનોલ્સ હોય છે જે ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોની હાનિકારક અસરોથી બચાવે છે. જ્યારે સનસ્ક્રીન લગાવવાથી પણ તેનાથી બચી શકાય છે.
શું નહીં કરવું
- ગ્રીન ટીનો ઉપયોગ વધુ પડતો ન કરો
- વધુ પડતી ગ્રીન ટીનો ઉપયોગ કરવા પર સ્કીન પર ડ્રાયનેસ અને બળતરા જેવી સમસ્યા થઈ શકે છે
- જો તમને કેફીનથી એલર્જી છે તો ગ્રીન ટી ના પીવો
- સ્કીન કેર રૂટીન માટે ગ્રીન ટી પર સંપૂર્ણ રીતે નિર્ભર ન રહો
- એક દિવસમાં 2-3 કપ કરતા વધુ પીવો છો તો તમને માઇગ્રેન અને માથામાં દુ:ખાવાની સમસ્યા થઈ શકે છે
- વધારે ગ્રીન ટી તમારા ડાઇજેશન સિસ્ટમને પણ બગાડી શકે છે
- વધારે ગ્રીન ટી તમારી ઊંઘની પેટર્નમાં પણ અવરોધ પેદા કરે છે
- વધારે પીવાથી ઉલટી અને ઉબકાની પણ સમસ્યા થઈ શકે છે
- બ્લડ પ્રેશરમાં ઘટાડો થઈ શકે છે. ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ તેની એક નિશ્ચિત માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. તેથી તેને વધારે પીવાનો પ્રયાસ ના કરો