આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં શિક્ષણના વેપારીકરણ અને ખાનગીકરણ ની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને પોહચાડી છે. ગુજરાત રાજ્યમાં ૧૦૮ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવા માં આવી રહી છે.
ગુજરાતની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણમાં ટોપ યુનિવર્સિટી ક્લબમાં ના આવે, પણ વિદ્યાર્થીઓ – વાલીઓ ને લૂંટવા માં વન મિલિયન ફી ક્લબમાં જવા ની ઘેલછા છે. ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ , બીએ અને બીબીએ ની ફી મેડિકલની ફી કરતા પણ મોંઘી. ગુજરાતની ૧૦૮ પૈકી કેટલીક યુનિવર્સિટીના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સની ફી જોઈએ અને સરકારની કોલેજની ફી જોડે સરખાવવમાં માં આવે તો મોટો તફાવત જોવા મળે છે. અમદાવાદ યુનિવર્સિટી ના જે બિલ્ડિંગ માં સવારે બીકોમમાં વાર્ષિક ૪.૨ લાખ રૂ ફી ઉઘરાવવામાં આવે છે, તે જ કેમ્પસમાં બપોરે ગુજરાત યુનિવર્સિટીની ફી આશરે ૨૫૦૦ ઉઘરાવવામાં આવી રહી છે. તેમ તેમણે કહ્યું હતું.
બીકોમમાં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવામાં આવે છે
વધુમાં તેમણે કહ્યું કે, નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમમાં વાર્ષિક ૩.૪૨ લાખ ઉઘરાવવામાં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએના વાર્ષિક ૨ લાખ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. પંડિત દીનદયાળ ના અંત્યોદયના સિધ્ધાંતનો પ્રચાર ભાજપના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી માં બીકોમ અને બીએ જેવા કોર્સ માં સેમેસ્ટર દીઠ ૧.૩૫ લાખ ફી ઉઘરાવવા માં આવી રહી છે. કોંગ્રેસના શાસનમાં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક ૨૦૦૦થી ૨૫૦૦ ની વચ્ચે ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીસ પણ માફ કરવામાં આવી છે.
તાત્કાલિક રીટાયર્ડ જજની ફી નિયમન કમિટીની નિમણુકની માંગ
વિદ્યાર્થીઓને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવામાં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજની ફી નિયમન કમિટીની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે. તેના ઉપર પણ અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? વન મિલિયન ફી ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટીનાં સત્તાધીશોથી સરકાર કેમ ગભરાય છે? શિક્ષણ માફીયાઓથી ગુજરાતની જનતાને બચાવવા તે સરકારની જવાબદારી હોવી જોઈએ પણ સરકાર શિક્ષણ માફીયાઓના ઘુટણીયે પડી હોય તેવુ લાગે છે. ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે. તેમ તેમણે આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા કોલેજ ફીના આંકડાઓ
પ્રાઈવેટ યુનિવર્સિટી બી.કોમ બી.એ. બી.બી.એ.
અમદાવાદ યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ) ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ) ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ) ૧૬,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ) ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ) ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ) ૧૦,૮૦,૦૦૦ (ચાર વર્ષ)
નિરમા યુનિવર્સિટી
(વન મીલીયન ફી કલબ) ૧૩,૬૮,૦૦૦ (ચાર વર્ષ) – ૧૯,૬૫,૦૦૦ (પાચ વર્ષ ઈન્ટીગ્રેટેડ)
કર્ણાવતિ યુનિવર્સિટી – ૮,૨૫,૦૦૦ (ચાર વર્ષ) ૮,૨૫,૦૦૦ (ચાર વર્ષ)
ઈન્ડસ યુનિવર્સિટી ૨,૦૦,૦૦૦ (ચાર વર્ષ) – ૨,૫૫,૦૦૦ (ત્રણ વર્ષ)
નોંધઃ ૧૦૮ યુનિવર્સિટી પૈકી ઉદાહરણ રૂપે માત્ર પાંચ મુકી છે. અન્ય ૧૦૩ પણ આજ રીતે મોંઘી ફી લઈને પ્રજાને લુટી રહી છે.
સરકારી યુનિવર્સિટી બી.કોમ બી.એ. બી.બી.એ.
ગુજરાત યુનિવર્સિટી ગર્વમેન્ટ અને ગ્રાન્ટ ઈન એઈડ છોકરા-૧૦,૦૪૦
છોકરીઓ-૫,૨૪૦
(ચાર વર્ષ) છોકરા-૮,૭૬૦
છોકરીઓ-૬,૯૬૦
(ચાર વર્ષ) –
ગુજરાત યુનિવર્સિટી સેલ્ફ ફાઈનાન્સ ૬૦,૦૦૦ (ચાર વર્ષ) ૮૪,૦૦૦ (ચાર વર્ષ) ૧,૦૪,૦૦૦ (ચાર વર્ષ)
ભાવનગર યુનિવર્સિટી ૯,૨૦૦ (ગ્રાન્ટેડ-ચાર વર્ષ)
૧૭,૨૦૦ (એચ.પી.પી.) ૧૭,૨૦૦ (ગ્રાન્ટેડ-ચાર વર્ષ)
૮૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ) ૮૦,૦૦૦ (ચાર વર્ષ)
એમ.એસ. યુનિવર્સિટી છોકરા-૩૦,૮૮૦
છોકરીઓ-૨૬,૪૮૦
(ચાર વર્ષ) છોકરા-૩૧,૨૮૦
છોકરીઓ-૨૭,૨૮૦
(ચાર વર્ષ) ૧,૧૨,૦૦૦
૨,૩૨,૦૦૦
૩,૯૨,૦૦૦
(કટ ઓફ વાઈઝ ચાર વર્ષ)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૮,૬૦૦ (ગ્રાન્ટેડ)
૬૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ) ૮,૬૦૦ ગ્રાન્ટેડ (ચાર વર્ષ) ૮૦,૦૦૦ (ચાર વર્ષ)
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ૧૨,૦૦૦ (ગર્વમેન્ટ)
૨૦,૦૦૦ (ગ્રાન્ટેડ)
૪૦,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ) ૮,૦૦૦ (ગર્વમેન્ટ)
૧૬,૦૦૦ (ગ્રાન્ટેડ)
૩૬,૦૦૦ (સેલ્ફ ફાઈનાન્સ)
(ચાર વર્ષ) ૮૦,૦૦૦ થી ૧,૨૦,૦૦૦ (ચાર વર્ષ)
નોંધઃ કોલેજ અને યુનિવર્સિટીની અંદાજીત ફી આ સિવાયની અલગ અલગ હેડ હેઠળ અન્ય ફી પણ લેવાય છે.