ખેડૂત બન્યો આત્મનિર્ભર, બે પ્રકારની શક્કર ટેટીથી ખેડૂત થયા માલામાલ
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં રહેતા ખેડૂત વિજેશ પટેલ છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે, તેઓ પહેલા સામાન્ય રીતે કેળા,શેરડી સહિત શાકભાજીની ખેતી કરતા પરંતુ બદલાતા સમય સાથે ખેડૂતે પણ બે વર્ષથી શક્કર ટેટીની ખેતી તરફ વળ્યા છે. ખેડૂત વિજેશ પટેલ તેમના 4 વીઘાથી વધુના ખેતરમાં શક્કર ટેટીની ખેતી કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં રહેતા ખેડૂતે 60 દિવસમાં તૈયાર થતા રોકડિયા પાક એવા બે પ્રકારની શક્કર ટેટીની ખેતી કરી સારું ઉત્પાદન મેળવ્યું છે. બોબી અને મૃદુલા જાતની શક્કર ટેટીના ઉત્પાદનથી ખેડૂતની આવકમાં વધારો થયો છે. ખેડૂત પાકનું ઉત્પાદન કરીને જાતે જ શક્કર ટેટીનું વેચાણ કરે છે.
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં રહેતા ખેડૂત વિજેશ પટેલ છેલ્લા 20 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે, તેઓ પહેલા સામાન્ય રીતે કેળા,શેરડી સહિત શાકભાજીની ખેતી કરતા પરંતુ બદલાતા સમય સાથે ખેડૂતે પણ બે વર્ષથી શક્કર ટેટીની ખેતી તરફ વળ્યા છે. ખેડૂત વિજેશ પટેલ તેમના 4 વીઘાથી વધુના ખેતરમાં શક્કર ટેટીની ખેતી કરી રહ્યા છે. શક્કર ટેટીને વાવ્યના 60 દિવસ બાદ ઉત્પાદન મળે છે.
સામાન્ય ખેડૂત શક્કર ટેટીની એક જ જાત પર વધારે ભાર આપે છે, જેથી તેમના પાક સ્થાનિક કે અન્ય માર્કેટમાં વેચાણ માટે જાય તો ભાવ ઓછો મળે છે. આથી, વિજેશ પટેલ બે જાતની શક્કર ટેટીની ખેતી કરી સારી કમાણી કરે છે. બે પ્રકારની ટેટી ઉગાડવાનો ફાયદો એ છે કે, તેઓને તેમને ઉભા પાકનો ભાવ સારો મળે છે.
ખેતરમાં ઉભો પાક ખેડૂત મજૂરો મારફતે તોડાવી ઝઘડિયા-અંકલેશ્વર રોડ પર મિશન સ્કૂલ સામે જાતે જ 20 રૂપિયામાં વેચાણ કરે છે, ત્યારે 14 રૂપિયા કિલોમાં હોલસેલ ભાવે વેચાણ કરે છે. જેને બજારમાં 40 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે.