ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાત કોંગ્રેસમાં પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન આવતા લોકસભાની ચૂંટણી વિધાનસભાની હાર બાદ કોંગ્રેસને કંઈક આશા કર્ણાટક પછી જાગી છે. માટે જડલી નેતૃત્વ પરીવર્તન ગુજરાતમાં કોંગ્રેસનું થશે.
ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર તેજ કર્યો છે ત્યારે કોંગ્રેસના નવા પ્રમુખ અને પ્રભારી માટેની હિલચાલ તેજ થઈ ગઈ છે. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટ વચ્ચે ઘણા નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. ત્યારે હવે જોવાનું એ પણ છે કે, કોના નામ પર પાર્ટી મહોર મારે છે.
રાહુલ ગાંધી અમેરિકાથી પરત ફરતાની સાથે જ રાજ્યમાં નવા પ્રમુખ અને નવા પ્રભારીની નિમણૂક થઈ શકે છે. કોંગ્રેસના નેતા અને કર્ણાટકમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે તાજેતરમાં નિયુક્ત નિરીક્ષક દીપક બાબરિયા, વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા દિલ્હી આવી પહોંચ્યા છે. આ નેતાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવાના છે. આવા સંજોગોમાં ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે પાર્ટીના નેતાઓ નેતૃત્વ પરિવર્તનની માંગણી સાથે દિલ્હી પહોંચતા નવા પ્રભારી અને નવા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસને ગુજરાતમાં મળશે.
લોકસભાની ચૂંટણીને કારણે વહેલી નિમણૂકની માંગ છે. વિધાનસભામાં જગદીશ ઠાકોરના નેતૃત્વમાં તેમજ પ્રભારી રઘુ શર્માના નેતૃત્વમાં કોંગ્રેસે કારમી હાર મેળવી છે ત્યારે પ્રભારીની જગ્યાએ નવા પ્રભારી પ્રમુખની માંગ કરાઈ રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આ સાથે રાજ્યમાં નવા પ્રભારીની નિમણૂકની પણ જાહેરાત થઈ શકે છે. વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકરેએ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યારપછી કેન્દ્રીય નેતૃત્વએ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટ બાદ એકસાથે ફેરફારની તૈયારી કરી હતી. કર્ણાટક ચૂંટણીના કારણે નેતૃત્વ બદલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો પરંતુ હવે કેટલાક નામો અર્જુન મોઢવાડીયા, શૈલેષ સોલંકી, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ સહીતના નામો સામે આવી રહ્યા છે.