ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના 17 એસી ગાયબ છે. આ એસી ક્યાં કોણ લઈ ગયું તે વિશેની ખબર હજૂ સુધી નથી મળી. એનએસયુઆઈના વિરોધ બાદ હવે યુનિવર્સિટીના રજીસ્ટ્રારે એસી ગુમ થવાના મામલે તપાસના આદેશ આપ્યા છે.
આ મામલે યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગના અધિકારીઓ કશું બોલતા નથી. જો ગાયબ એસીની માહિતી નહીં મળે તો પોલીસ સ્ટેશનનમાં ફરીયાદ કરવામાં આવશે. જો કે, નવાઈની વાત એ પણ છે કે, આ પ્રકારે એક સાથે 17 એસી ગાયબ એક સાથે થઈ ગયા છે છતાં પણ યુનિવર્સિટી તંત્ર આ વિશે હજૂ સુધી અજાણ છે.
6 મહિના પહેલા એનિમેશન વિભાગનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. જેમાં આ વિભાગના 17 જૂના એસી કાઢી લેવામાં આવ્યા અને તેને સ્ટોર રુમમાં મૂકી દેવામાં આવ્યા હતા ત્યારે આ એસીની કોઈ ભાળ નથી.
એનિમેશન વિભાગ તરફથી કે એસ્ટેટ વિભાગ તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવતી. એસી કોણે ગાયબ કર્યા, કેવી રીતે અને ક્યાં ગાયબ કરી દીધા આ મામલે રજીસ્ટ્રારે તપાસના આદેશ આપ્યા છે.
જો કે, હજુ સુધી આ મામલે કોઈ ભાળ નથી મળી જેથી આગામી સમયમાં યુનિવર્સિટી તંત્ર દ્વરા ફરીયાદ પણ કરવામાં આવી શકે છે. જો કે, આ પ્રકારે ગુજરાત યુનિવર્સિટીના પ્રીમાઈસીસમાંથી અંદરની જ કોઈ વ્યક્તિની મદદથી આ શક્ય બન્યું હોઈ શકે છે. ત્યારે આ મામલે એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.