રાજકોટમાં “ઉડતા પંજાબ” જેવી હાલત: વીરપુર પાસેથી મળી આવ્યો એમ.ડી ડ્રગસ, પોલીસે મુદ્દામાલ કબ્જે કરી શખ્શની ધરપકડ કરી રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે. ગુનેગારો કાયદા કાનૂન અને પોલીસનો ડર રાખ્યા વગર ગુનાખોરી આચરે છે. રાજકોટમાં હવે ડ્રગ્સ પકડવા જાણે આમ વાત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ રાજકોટના પડધરી પાસેથી ડ્રગ્સ પકડાયા હતા ત્યારે ફરી એક વખત વીરપુરના વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્શની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર રાજકોટના વીરપુર પાસેથી જેતપુરના એક શખ્શ પાસેથી ૪૫.૮ ગ્રામ એમ.ડી ડ્રગસનો જથ્થો મળી આવ્યો છે. વીરપુર પોલીસ ટીમ દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરાઇ હતી ત્યારે મળતી બાતમીના આધારે શંકાસ્પદ શખસનું ચેકીંગ કરતા તેની પાસેથી એમ.ડી નામનું ૪૫.૮ ગ્રામ ડ્રગસ મળી આવ્યું છે. પોલીસે શખ્શ પાસેથી મુદ્દામાલ કબજે કરી પૂછપરછ આદરી છે જેમાં તે વ્યક્તિ મૂળ જેતપુરનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મોબાઇલ રોકડ સહિત કુલ ૪,૬૭,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.