શહેરમાં ગંજીવાડામાં વિસ્તારમાં ગઇકાલે હત્યાની ઘટના બન્યા બાદ આ વિસ્તારમાં હવે તરૂણીને હવસ નો શિકાર બનાવી સાત માસનો ગર્ભ રાખી દીધા હોવાની ખોરાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ગંજીવાડ વિસ્તારમાં રહેતા નરાધમે 15 વર્ષની તરુણીને છરી બતાવી અવાર નવાર દુષ્કર્મ ગુજારી તેને સગર્ભા બનાવી દીધી હતી. હાલ થોરાળા પોલીસે આરોપીને સકંજામાં લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ,થોરાળા પોલીસ મથકમાં 15 વર્ષની તરૂણીના વાલીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંજીવાડા વિસ્તારમાં રહેતા હમીદ અયુબભાઇ કંડીયા(ઉ.વ 25) નું નામ આપ્યું છે.જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભોગબનનાર અને આરોપી એક જ વિસ્તારમાં રહેતા હોય જેથી તરૂણી આરોપીથી પરિચિત હતી.દરમિયાન આરોપીએ તરૂણીને વાતોમાં ભોળવી તેને લગ્નની લાલચ આપી અવાર નવાર હવસનો શિકાર બનાવી હતી.બાદ લગ્નની તરુણીએ વાત કરતા આરોપી હમિદે પોતે બીજી યુવતી સાથે લગ્ન કરવાનો હોવાનો કહેતા તરુણીએ તેની સાથે સબંધ તોડી નાખ્યો હતો.બાદ હમીદે તેમને છરી બતાવી જો કોઇને કંઇ કહીશ તો જાનથી મારી નાખીશ અને તારા ફોટા વાયરલ કરી નાખીશ તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ ત્યારે આરોપીએ સગીરાને ગર્ભ રાખી દીધી હતો જેથી.સાત માસ બાદ આ બનાવની તરૂણીના પરિવારને જન થતા તેને તબીબ પાસે ચકાસણી કરવી હતી.જ્યાં તરુણી ગર્ભવતી હોવાનું જાણવા મળતા પરિવારમાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.જેથી પરિવાર દ્વારા આરોપી હમીદ સામે ફરિયાદ કરતા થોરાળા પોલીસે આરોપી હમીદ કંડીયા સામે આઇપીસીની કલમ 376 અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી તાકીદે તેને સકંજામાં લઇ લીધો હતો.આરોપી અપરણીત અને મજુરીકામ કરતો હોવાનું માલુમ પડયું છે.