આજના સમયમાં દર બીજા વ્યક્તિને વાળથી જોડાયેલી કોઈને કોઈ સમસ્યા હોય છે. વાળને હેલ્ધી રાખવા ખૂબ જ મુશ્કેલ હોય છે. પ્રદૂષણના કારણે વાળને નુકસાન થાય છે. ઘણા બધા લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. આ સમસ્યા પાછળ ઘણા બધા કારણો હોય છે. ચિંતા અને તનાવના કારણે પણ વાળ ખરવા માંડે છે. વાળ ઘણા બધા પાતળા થઈ જાય છે. આ એક ચિંતા નો વિષય છે. વાળની સારી રીતે કેર કરવી જરૂરી હોય છે. જો તમે તેના ઉપર ધ્યાન નથી આપતા તો માથાની સ્કેલ્પ પણ દેખાવા માંડે છે. આથી જ તમારે ઘરેલુ ઉપાયો અપનાવવા જોઈએ. જો તમે પણ ખરતા વાળથી પરેશાન થઈ ગયા હોય તો આના માટે ઘરે જ તેલ બનાવી શકો છો. આજે અમે તમારા માટે વિશેષ ઉપાય લઈને આવ્યા છે. આના ઉપયોગથી તમારા ખરતાં વાળ અટકશે. સાથે જ નવા વાળ ઉગવામાં મદદ મળશે.
વાળનો ગ્રોથ વધારવા માટે ડુંગળી ખૂબ જ ઉપયોગી છે. તમે ડુંગળીનો રસ કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીનો રસ કાઢીને તેને સાઈડ પર મૂકી દો. હવે એક વાસણમાં બે ચમચી તેલ લો. તેમાં એક ચમચી દિવેલ મિક્સ કરો. બંને વસ્તુને મિક્સ કર્યા બાદ તેમાં ડુંગળીનો રસ મિક્સ કરો. બધી વસ્તુ અને મિક્સ કરી એક રસ કરી લો. હવે તમારું મિશ્રણ તૈયાર છે. આને માથાની સ્કીલ ઉપર લગાવી અમુક મિનિટ સુધી મસાજ કરો. આનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થશે. વાળ ધોવાના અડધી કલાક પહેલા તમારે આ તેલ માથામાં લગાવવું જોઈએ. અઠવાડિયામાં ત્રણ વખત આ મિશ્રણ વાળમાં લગાવવાથી ખરતા વાળ અટકે છે. સાથે જ તમને નવા વાળ ઉગાડવામાં પણ મદદ મળે છે. વાળના ટેક્સચરમાં પણ સુધારો થાય છે. તમે પણ આ ઉપાય ચોક્કસથી અજમાવો.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.