ગઈકાલ સુધીમાં ગુજરાત માટે વાવાઝોડાના કારણે કપરી સ્થિતિ છે તેના કારણે રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને તંત્ર દ્વારા સલામતી અને સુરક્ષા આપવામાં આવી રહી છે. ત્યારે સીઆર પાટીલે પણ લોકોને આ મામલે જરૂરી સૂચના આપી હતી. વીડિયો જારી કરીને તંત્રની કામગિરી તેમજ સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.
બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે દસ્તક દઈ રહ્યું છે. ત્યારે તેના કારણે નુકસાન થવાની શક્યતા છે. જેને જોતા પીએમ મોદીએ ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને સતર્ક કરવા ઉપરાંત લશ્કરને પણ સાબદું કર્યું છે. દિલ્હીથી મંત્રી, અધિકારીઓને પણ ગુજરાતમાં મદદ માટે મોકલ્યા છે. અમિત શાહ કેન્દ્રીય મંત્રી પણ સતત સંપર્કમાં રહી નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ 9 જિલ્લામાં અલગ અલગ જવાબદારી અધિકારીઓ અને મંત્રીઓને સોંપી છે.
આ વાવાઝોડું અને તેની અસર અને ત્યાર બાદ તેને પહોંચી વળવા માટે તંત્ર સાબદું થયું છે. દરીયા કિનારે ન જવું જોઈએ, સરકારી સૂચનાનું કડક પણ પાલન કરવું જોઈએ. તમામ સૂચનાઓનું પાલન થાય તેની ચિંતા કરવી જોઈએ. બીજેપી સંગઠનને બધા જ જિલ્લાઓમાં સૂચના આપવામાં આવી છે. બિપોરજોયની જ્યાં અસર નથી ત્યાં તેઓ સૂકા નાસ્તાના પેકેટ તેઓ તૈયાર કરે. કેમ કે, વાવાઝોડા બાદ સ્થિતિ નોર્મલ થાય એ પહેલા અસરગ્રસ્ત લોકોને ભોજનની વ્યવસ્થા મળી રહે તે માટે આયોજન કરાયું છે.
આ ઉપરાંત ડૉક્ટર સેલ ભાજપની ટીમો પણ સૂચના મળતા ત્યાં જવા માટે તૈયાર છે. ટેમ્પોમાં જનરેટર તૈયાર રાખવા માટે કહેવાયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની જરુરીયાત પણ જનરેટર થકી આપી શકાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. આગેવાનો, ધારાસભ્યો, સાંસદોને જવાબદારી સોંપવામાં આવી છે. વિશેષ કરીને પશુઓને સલામત જગ્યાએ પહોંચાડી, ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે તે આયોજન કરવું જોઈએ. એક પણ વ્યક્તિનો જીવ ન જાય તે પ્રકારે સુવ્યવસ્થા કરવામાં આવી રહી છે. સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં ખસેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આ વાવાઝોડાના પડકારોને આપણે ઝિલીશું અને મહેનતથી આ પડકાર સામે તમામને સહી સલામત બહાર લાવવાનો પ્રયત્ન કરીશું.