આપ પાર્ટી આ વખતે 182 વિધાનસભાની બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે ત્યાર આપ પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આ વખતે આપની સરકાર આવી રહી છે તેઓ દાવો કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખતે મોટી પાર્ટી તરીકે આપ પાર્ટી ઉભરી છે અને ચૂંટણી લડી રહી છે. ત્યારે ત્રિ પાંખિયા જંગ ખેલાતો હોવાથી આ ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.
આ જિલ્લાઓમાં કરશે પ્રચાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય પ્રવાસમાં તેઓ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભા કરશે. પ્રથમ દિવસથી ત્રીજા દિવસ સુધી ભાવનગર, જામનગર, સુરતના પ્રવાસે છે. તેઓ 26 નવેમ્બરે ભાવનગર રોડ શો કરશે. 27 નવેમ્બરે જામનગરમાં રોડ શો યોજાશે. ત્યારબાદ 28 નવેમ્બરે સુરતમાં જાહેરસભાને સંબોધન કરશે.
આમ આદમી પાર્ટીએ પણ બીજેપી સામે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતમાં ભાજપનો ગઢ જીતવા માટે આમ આદમી પાર્ટી સખત મહેનત કરી રહી છે. ભગવંત માને ગઈકાલે રાજપીપળામાં રોડ શો કર્યો હતો તો એ પહેલા રાઘવ ચઢ્ઢાએ ઉત્તર ગુજરાતમાં રોડ શો કર્યો હતો.