Rani Kamlapati Railway Station: ભારતીય રેલવે દેશમાં સૌથી વધુ પ્રગતિ કરી રહી છે. આ વિભાગ ઝડપથી તેના સ્ટેશનોના આધુનિકીકરણમાં વ્યસ્ત છે અને સેમી હાઈ સ્પીડ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. તે જ સમયે, દેશમાં પ્રથમ હાઇટેક ખાનગી (Private) રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં તમને વિશ્વ સ્તરની સુવિધાઓ મળશે.
જોવામાં આ રેલવે સ્ટેશન કોઈ ફાઈવ સ્ટાર હોટલ કરતાં ઓછું નથી. IRDC (ઇન્ડિયન રેલવે ડેવલપમેન્ટ કોર્પોરેશન) મુજબ, આ રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાઈવેટ પાર્ટનરશિપના માધ્યમથી વિકસાવવામાં આવ્યું છે. આવો તમને જણાવીએ કે, કેવું છે દેશનું પહેલું પ્રાઈવેટ રેલવે સ્ટેશન.
ખાનગી કંપની પર છે જવાબદારી
વર્ષ 2021માં હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતીય રેલવેએ આ સ્ટેશનના વિકાસની સંપૂર્ણ જવાબદારી બંસલ જૂથને આપી હતી. સ્ટેશન બનાવવા ઉપરાંત, આગામી 8 વર્ષ સુધી તેની જાળવણી અને સંચાલન માટે પણ બંસલ જૂથ જવાબદાર છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ સ્ટેશનની લીઝ 45 વર્ષ માટે છે.
આ રેલવે સ્ટેશન પર મળી રહી છે આ સુવિધાઓ
રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર તમને એરપોર્ટ પર મળતી સુવિધાઓ મળશે. જેમ કે જ્યારે ફ્લાઇટ મોડી હોય ત્યારે તમે એરપોર્ટ પર ખરીદી કરી શકો છો. તેવી જ રીતે, તમને આ સ્ટેશન પર શોપિંગ સ્ટોર્સ, રેસ્ટોરાં, કેટરિંગની દુકાનો પણ મળશે. એટલું જ નહીં, મહિલા મુસાફરો માટે તેમની જરૂરિયાત મુજબ અલગથી સુવિધા આપવામાં આવી છે.
ઈમરજન્સીની સ્થિતિમાં અંદર નહીં ફસાય પેસેન્જર
આ સ્ટેશન પર ઉર્જા માટે સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે, જેમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ સ્ટેશનના કામ માટે કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં મુસાફરોને 4 મિનિટમાં સ્ટેશનની બહાર લઈ જઈ શકાય છે. આ રીતે કોઈ પણ ઈમરજન્સીમાં લોકો મૃત્યુ પામશે નહીં.