Gratuity New Rules 2023: નોકરીયાત લોકો માટે ફરી એકવાર સારા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા કાયદાના અમલ બાદ ગ્રેચ્યુઈટી મેળવવા માટે 5 વર્ષ સુધી એક જ સંસ્થામાં કામ કરવાની જરૂર નહીં રહે. નવા નિયમો મુજબ, તમે માત્ર 5 વર્ષમાં ગ્રેચ્યુટીના હકદાર બની જશો. જો કે, 4 નવા શ્રમ કાયદા અંગે ચર્ચા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 24 થી વધુ રાજ્યોએ કાયદાને લઈને પોતાની સહમતિ વ્યક્ત કરી છે. માત્ર કેટલાક રાજ્યો બાકી છે જેમનો અભિપ્રાય આવવાનો બાકી છે.
લોકસભામાં આપી હતી લેખિત જાણકારી
2022માં શ્રમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ પણ લોકસભામાં દેશની જનતા સાથે તેની લેખિત માહિતી શેર કરી છે. લગભગ 24 રાજ્યોએ ન્યૂઝ વેજ કોડ માટે તેમની સંમતિ આપી છે. તેમણે તે જ સમયે જણાવ્યું હતું કે, માત્ર 4 રાજ્યોની સહમતિ આવવાની બાકી છે. તેમની સંમતિ આવતાની સાથે જ ચારેય નવા શ્રમ કાયદા લાગુ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, નવા લેબર કોડ લાગુ થયા બાદ કર્મચારીઓના પગાર, રજા, ભવિષ્ય નિધિ અને ગ્રેચ્યુઈટીમાં ફેરફાર થશે.
વર્તમાનમાં આ છે નિયમ
આપને જણાવી દઈએ કે, હાલમાં જો ગ્રેચ્યુઈટી નિયમોની વાત કરીએ તો તમારે આખા 5 વર્ષ સુધી કોઈ એક સંસ્થામાં કામ કરવું પડશે. તેના પછી જ તમે ગ્રેચ્યુટીના હકદાર બનો છો. જ્યારે તમે પાંચ વર્ષ પછી નોકરી છોડો છો, ત્યારે ગ્રેચ્યુઇટીની ગણતરી સંબંધિત કર્મચારીના પગારના આધારે કરવામાં આવે છે. મતલબ કે જો કર્મચારીનો મૂળ પગાર 20 હજાર રૂપિયા છે. 6 હજાર મોંઘવારી ભથ્થું છે. ત્યારબાદ તેની ગ્રેચ્યુઈટી 26 હજારના આધારે ગણવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગ્રેચ્યુઈટીના નિયમમાં ફેરફારને લઈ ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે નવા નિયમમાં ફેરફાર થાય છે.