ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે પસંદગીના નામો પર મહોર મારવાને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. 24 જુલાઈના રોજ 3 રાજ્યસભાની સીટો માટે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તેમાં બે નામો નવા ઉમેરાય તેવી શક્યતા છે.
વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ તરીકે યથાવ રહે તેવી શક્યતા છે જ્યારે અન્ય બે ચહેરાઓ બદલાઈ શકે છે. તેમાં પણ ખાસ કરીનં પસંદગી સમિતી દ્વારા જાતિગત સમીકરણો, ઝોન પર ધ્યાન આપવામાં આવી શકે છે.
આજથી રાજ્યસભાની ચૂંટણીને લઈને નોટિફિકેશન બહાર પાડવાને લઈને કવાયત તેજ કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને 24 જુલાઈ સુધી તમામ પ્રોશેસ પૂર્ણ કરી દેવામાં આવશે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં એસ. જયશંકરને રીપીટ કરવામાં આવી શકે છે. 8થી 12 નામોની પેનલ નક્કી કરવામાં આવશે અને હાઈકમાન્ડને મોકલવામાં આવશે.
પસંદગી માટે 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે ઉત્તર , દક્ષિણ નોર્થ અને પૂર્વ આ ચાર ઝોન પ્રમાણે અલગ અલગ નામો સજેશ કરવામાં આવી શકે છે. જેમાં સમાજમાં પ્રભાવ હોય, મજબૂત પક્કડ તેમના વિસ્તારમાં હોય તેમજ જાણીતા ચહેરાને પસંદ કરાશે. વર્તમાન સાંસદ જૂગલજી ઠાકોર કે જેઓ ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ઓબીસી સમાજનું પ્રતિનિધીત્વ કરે છે. દિનેશ અનાવાળીયા બનાસકાંઠાનું પ્રતિનિધીત્વ કરે છે.
લોકસભાની ચૂંટણી અને કેબિનેટમાં રીસફલ થઈ રહ્યું છે ગુજરાતમાંથી જાતિગત પ્રાધાન્ય કોને આપવું તેને લઈને મહત્વની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમાં પણ મધ્ય ગુજરાતમાંથી આ વખતે મહત્વ મળે તેવી શક્યતા છે. જો કે, 7 તારીખે રાષ્ટ્રીય લેવલની બેઠક મળવાની છે તેમાં નામોને રાષ્ટ્રીય પદાધિકારીઓની ટીમ સામે મુકવામાં આવશે. 11 અને 12 જુલાઈ સુધીમાં નામોની જાહેરાત કરવામાં આવી શકે છે. જેથી ત્યારે જ વધુ ચિત્ર સ્પષ્ટ થશે કે, ત્રણ સીટોમાંથી કોનું નામ રહે છે કે, કોનું નામ કપાઈ શકે છે.