અમદાવાદમાં ચોમાસાની શરુઆતમાં ભૂવાઓ પડવાની ઘટના સામે આવી છે. એક જ મહિનામાં 43 ભૂવાઓ પડી ગયા છે. જેના કારણે 19 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ પડી છે.
ચોમાસા દરમિયાન વરસાદની શરુઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં વારંવાર ભૂવા પડવાથી લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ એક જ મહિનામાં 43 જેટલા ભૂવા પડી ગયા છે જો કે, તેમાંથી 34 ભૂવાઓની કામગિરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે હજૂ પણ 16 ભૂવાના રીપેરીંગની કામગિરી હજૂ પણ અધૂરી છે. જો કે, અત્યાર સુધીમાં એ વિસ્તારના જે તે રસ્તાઓ બંધ કરવાની કે એ બાજુનો ભાગ કોર્ડન કરવાની પણ ફરજ પડી રહી છે અત્યાર સુધીમાં આ ભૂવાઓના કારણે 19 માર્ગો બંધ પણ કરવા પડ્યા છે.
જુહાપુરા વિસ્તારમાં વધુ ભૂવાઓ પડ્યા છે. એક કિમીના વિસ્તારમાં જ સળંગ 4 ભૂવાઓ પડી ગયા છે. આ સિવાય અન્ય વિવિધ વિસ્તારોમાં પણ ભૂવાઓ પડી રહ્યા છે. 34 ભૂવાઓની કામગિરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે હજૂ પણ 16 ભૂવાના રીપેરીંગની કામગિરી હજૂ પણ અધૂરી તેમાં પણ આ ભૂવાઓમાં સૌથી વધુ 13 ભૂવાઓ પૂર્વ ઝોનમાં પડ્યા છે આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં 12 ભૂવાઓ પડ્યા છે.
અમદાવાદમાં વારંવાર ભૂવાઓ પડતા તંત્ર દ્વારા ક્યારેક ધીમી કામગિરી કરાતા લોકોને હાલાકી પડે છે. આ ભૂવાઓ ઘણા દિવસ સુધી રીપેર પણ ન થતા લોકો માટે ચોમાસા દરમિયાન મોટી મુશ્કેલી સર્જાય છે તેમાં પણ ક્યારેક ભૂવાઓમાં કાર તેમજ ટૂ વ્હિલર પણ ગરકાવ થઈ જવાની ઘટના સામે આવી રહી છે.