જમાલપુર, ફતેવાડી, ઘોડાસરમાં એક જ દિવસમાં મોટા ભૂવા પડી ગયા હતા. ભૂવા પડવા એ અમદાવાદમાં જાણે સામાન્ય બની ગયું હોય તેમ લાગે છે.
અમદાવાદમાં વરસાદ વચ્ચે સતત ભૂવાઓ પડી રહ્યા છે. ઠેર ઠેર ભૂવા પડવાના કારણે લોકોને વધુને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં મોટા ભૂવાઓ પડી રહ્યા છે.
આ જગ્યાઓ પર એક જ દિવસમાં પડ્યા મોટા ભૂવાઓ
ઘોડાસરમાં સાર્થક સોસાયટીના ગેટ પર ભૂવો પડ્યો હતો. જમાલપુર વિસ્તારમાં પણ ભૂવો પડ્યો હતો. આ ઉપરાંત ભારે વરસાદના કારણે ફતેવાડી વિસ્તારમાં પણ ભૂવો પડ્યો હતો.
અમદાવાદમાં ચોમાસાની શરુઆત થઈ છે તેવામાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ભૂવાઓ પડવાની ઘટના સામે આવતા લોકોને મોટી હાલાકીનો સામનો પણ કરવો પડે છે. એક જ મહિનામાં લગભગ 45થી વધુ ભૂવાઓ પડ્યા છે. જેમાંથી કેટલાક ભૂવાઓના પુરાણ કામ હજૂ પણ બાકી છે. આ સિવાય અન્ય વિવિધ વિસ્તારોમાં પણ ભૂવાઓ પડી રહ્યા છે. અમદાવાદમાં વારંવાર ભૂવાઓ પડતા તંત્ર દ્વારા ક્યારેક ધીમી કામગિરી કરાતા લોકોને હાલાકી પડે છે. કેમ કે, ભૂવાઓ પડ્યા બાદ રસ્તાનો ભાગ કોર્ડન કરી દેવામાં આવે છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ મોટી હાલાકીનો સામનો તેના કારણ કરવો પડે છે.