રાજકોટની પરિસ્થિતી દિવસેને દિવસે કથળતી જાય છે. યુવાધન જે બાજુ વળ્યુ છે એ સમજાતું જ નથી. ચોરી, લૂંટફાટ, મારામારી, દુષ્કર્મ તો જાણે આમ વાત થઈ ગઈ છે. દારુ બાંધી તો રાજકોટમાં નામની જ છે ત્યારે ખુલ્લે આમ બુટલેગર પોલીસનો જરા પણ ડર રાખ્યા વગર બેફામ દારૂ વેચે ત્યારે હવે રાજકોટમાં ડ્રગ્સ વેચવું પણ જાણે આમ વાત થઈ ગઈ છે.
કેટલી વખત રાજકોટમાંથી યુવાધન ડ્રગ સાથે પકડાયું છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ પાસેથી લાખોનું ડ્રગ્સ પોલીસે પકડ્યું છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં રહેતા મૂળ મોરબીના એક વ્યક્તિ પાસેથી રાજકોટ પોલીસે ૧.૪૩ લાખનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.
રાજકોટમાં રહેતા વિવેક પાસેથી પોલીસે તપાસ સમયે એમ. ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. આરોપી વિવેક ઘંટેશ્વર સામે આવેલ વર્ધમાન નગરમાં હતો ત્યારે પોલિસે તેને પકડી પૂછપરછ કરી તપાસ કરી હતી જે દરમ્યાન પોલીસ ટીમને તેની પાસેથી ૧.૪૩ લાખનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.