કોંગ્રેસ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો ભાઈ રમેશ ઠાકોર પાસેથી દારુની બોટલ મળી આવી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતા રમશે ઠાકોર ઝડપાયો છે. અગાઉ દારુ મામલે જિલ્લા પોલીસ પર ગેનીબેન ઠાકોરે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમનો સગો ભાઈ દારુ સાથે ઝડપાયો છે. રમશે ઠાકોર પ્રહલાદ ઠાકોર દારુની બોટલો સાથે ઝડપાયા છે. દારુ મામલે પોલીસ સામે ગંભીર આક્ષેપો અગાઉ ગેનીબેન ઠાકોરે લગાવ્યા હતા અને આવેદન પત્ર પણ આ મામલે આપ્યું હતું.
દારુ મામલે તેમના સગાભાઈ દારુની બોટલો સાથે ઝડપાયા હોવાથી હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. પોલીસ સરખી કાર્યવાહી નથી કરતી તેમ અગાઉ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું. આ મામલે એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે.
બનાસકાંઠામાં એલસીબીએ તપાસ કરતા રેડ કરતા પ્રહલાદજી ઠાકોરના ત્યાંથી 4 ક્વાર્ટર દારુ ઝડપાયા હતા. આ સાથે જ નજીક રમેશ ઠાકોર પણ દારુ સાથે ઝડપાયો હતો અને આ મામલે કાર્યવાહી કરાઈ હતી.
પોલીસ તરફથી મળતી માહિતી મુજબ રમેશ ઠાકોર વાવના મહિલા ધારાસભ્યનો ભાઈ છે. તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અગાઉ ગેનીબેન ઠાકોરે ખુદ વિધાનસભામાં આ મામલો ઉઠાવ્યો છે આ સાથે જ પોલીસ સામે પણ આક્ષેપ દારુ ખુલ્લેઆમ વેચાવા મામલે કર્યા હતા.