પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે જુગાર રમતા 6 ઈસમોને રોકડ સાથે ઝડપી પાડ્યા છે. શહેર પશ્ચિમ પોલીસને મળેલી બાતમી હકીકત આધારે બેચર પુરા ફાટક પાસે ખુલ્લામાં જુગાર રમી રહેલા શખ્સનો પોલીસે રેડ મારી ઝડપી પાડ્યાં હતા. પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે
બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજે જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા ડો.જે.જે.ગામિત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર નાઓ તેમજ એસ.એ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ બેચરપુરા રેલવે ટ્રેકની બાજુમા ખુલ્લામા ગંજી પાનાંથી તીનપત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમતા 6 જેટલાં આરોપીઓને પક્ડી પાડ્યા હતા. તેઓ સામે જુગારધારા કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે પકડાયેલા આરોપીઓમાં (1 ) સુનીલભાઈ મગનભાઈ રાણા ( 2 ) સંજયભાઇ મોતીભાઈ બ્રાહ્મણ ( 3 ) હર્ષદભાઈ ચેલાભાઈ કટારીયા ( 4 ) શૈલેષભાઈ ધુળાજી ઠાકોર ( 5 ) લાલજીભાઈ હીરાભાઈ જાતે ઠાકોર ( 6 ) રશીકભાઈ સોમાભાઈ ઠાકોર તમામ રહે પાલનપુરનો સમાવેશ થાય છે.