ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ સતત વરસાદ વરસતા સિઝનનો અત્યાર સુધીમાં 49.21 ટકા વરસાદ નોંધાયો છે. બે દિવસ બાદ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે ત્યારે એ પહેલા જ સારો એવો વરસાદ નોંધાયો છે અને નદીઓ, સરોવર, ડેમોમાં નવા નીરની આવક પણ વરસાદના કારણે થઈ છે.
આજે પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તેમજ અન્ય જગ્યાએ ખાંભા સહીતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તેમાં પણ નવસારીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ગણદેવીમાં ખાબક્યો હતો ત્યારે હજૂ પણ વધુ વરસાદ 16 જુલાઈ બાદ રાજ્યમાં નોંધાઈ શકે છે. ત્યારે વધુ પાણીની આવક થશે.
નવસારી ખાંભામાં વરસાદી માહોલ
નવસારી ગણદેવીમાં – 4 ઈંચ
ચીખલીમાં – 3 ઈંચ
વલસાડના પારડીમાં 3 – ઈંચ
ખાંભાના ઉનામાં – 2 ઈંચ
સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો
ગુજરાતમાં 49.21 ટકા વરસાદ
કચ્છમાં સિઝનનો 112 ટકા વરસાદ
સૌરાષ્ટ્રમાં 66.48 ટકા વરસાદ
ઉત્તર ગુજરાતમાં 51 ટકા વરસાદ
રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોટાભાગના જળાશયોમાં 50 ટકા પાણી ભરાયા છે આ ઉપરાંત 27 જેટલા જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે.