સિગંતેલના ભાવમાં એક જ દિવસમાં રુપિયા 40નો વધારો થયો છે આ સાથે જ ડબ્બાનો ભાવ 3,000ને પાર પહોંચ્યો છે આ ઉપરાંત એક જ મહિનામાં અંદાજે રુપિયા 500 જેટલો વધારો સિંગતેલના ભાવોમાં જોવા મળ્યો છે.
શ્રાવણ મહિનાની શરુઆત ટૂંક જ સમયમાં થઈ રહી છે ત્યારે અત્યારથી જ ભાવોમાં મોટો વધારો થતા લોકોને મોંઘવારીનો વધુ માર સહન કરવો પડી શકે છે. અધિક માસ અને શ્રાવણ માસના તહેવાર પહેલા જ ડબ્બાનો ભાવ 3000ને પાર પહોંચ્યો છે. એક જ સપ્તાહમાં મોટો ઉછળો ભાવમાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવો હજૂ પણ વધી શકે છે. ફક્ત આ મહિને 500 રુપિયાનો વધારો નોંધાયો છે.
આ સપ્તાહમાં રુપિયા 70 જેટલો વધારો થયો હતો. સિંગતેલના ભાવો ભડકે બળતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. શ્રાવણ મહિનામાં ખાદ્યતેલનો વધુ વપરાશ થતો હોય છે. માંગ વધી રહી છે ત્યારે ભાવ વધારો થયો છે.
વેપારીઓ માની રહ્યા છે મગફળીની આવક ખૂબ ઓછી છે. મગફળીની ખરીદી થઈ છે તેનો સ્ટોક બજારમાં આવ્યો નથી. જો કે, માગને જોતા કૃત્રિમ ભાવ વધારો હોય તેમ પણ લાગી રહ્યું છે. સરકાર દ્વારા આ મામલે યોગ્ય પગલા લેવા પણ જરુરી છે. એક જ દિવસમાં 40 રુપિયાનો ભાવ વધ્યો છે જ્યારે 10 દિવસ જેટલા સમયગાળામાં 100 રુપિયા આસપાસનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે સિંગતેલના ભાવોમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે.