દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) માટે વીતેલું સપ્તાહ શાનદાર રહ્યું. ગયા અઠવાડિયે જ, રિલાયન્સ ગ્રૂપે તેની ફાઇનાન્શિયલ સર્વિસિસ આર્મ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સના ડિમર્જરની તારીખ 20 જુલાઈ નક્કી કરી છે. ત્યારથી, કંપનીના માર્કેટ કેપમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 69,990.57 કરોડ વધીને રૂ. 18,53,033.73 કરોડ પર પહોંચી ગયું.
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી છ કંપનીઓની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 2,03,010.73 કરોડ વધી છે. શેરબજારોમાં સકારાત્મક વલણ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) સૌથી વધુ વધ્યા હતા. ગયા સપ્તાહે BSEના 30 શેરોવાળા સેન્સેક્સમાં 780.45 પોઈન્ટ અથવા 1.19 ટકાનો ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે સેન્સેક્સ 66,060.90 પોઈન્ટની તેની નવી ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો હતો.
ટીસીએસના પરિણામો બાદ માર્કેટ કેપમાં વધારો
TCSનું માર્કેટ કેપ રૂ. 68,168.12 કરોડ વધીને રૂ. 12,85,058.84 કરોડે પહોંચ્યું છે. ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 39,094.81 કરોડ વધીને રૂ. 5,91,547.67 કરોડ થયું છે. તે જ સમયે, ભારતી એરટેલનું વેલ્યુએશન રૂ. 10,272.84 કરોડ વધીને રૂ. 4,95,116.94 કરોડે પહોંચ્યું હતું. ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 10,135.42 કરોડ વધીને રૂ. 6,72,837.72 કરોડ થયું હતું. ITCનું માર્કેટ કેપ રૂ. 5,348.97 કરોડ વધીને રૂ. 5,87,951.43 કરોડ થયું છે. બીજી બાજુ HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 8,695.25 કરોડ ઘટીને રૂ. 9,19,962.74 કરોડ થયું હતું.
માર્કેટમાં ટોચની 10 કંપનીઓ
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, ITC, SBI, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સનો નંબર આવે છે. મોટી કંપનીઓના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 8,299.89 કરોડ ઘટીને રૂ. 5,21,598.94 કરોડ થયું છે. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 8,130.77 કરોડ ઘટીને રૂ. 4,53,288.03 કરોડ થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂ. 4,581.7 કરોડ ઘટીને રૂ. 6,28,950.34 કરોડ થઈ ગયું.