અમદાવાદમાં એસજી હાઈવે વાહનોથી વ્યસ્ત રુટ છે. જ્યાં મોટા રસ્તાઓ વચ્ચે પસાર થતા વાહનોની સ્પીડ ઓવર હોય છે જેના કારણ અકસ્માતો પણ વધી રહ્યા છે. આ અકસ્માતોને ઘટાડવા માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે.
આ સિસ્ટમનના કારણે એસજી હાઈવે પરથી જો સ્પીડમાં વાહન પસાર થશે તો ઓટોમેટિક એલર્ટ મેસેજ આવશે. આ માટે ગાંધીનગર સરગાસણથી સોલા સિવિલ સામે બે કંટ્રોલ રુમ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાંથી રીયલ ટાઈમ મોનિટરીંગ સીસીટીવીના આધારે તેમજ અન્ય ટેકનિકલ સિસ્ટમના કારણે કરી શકાશે. સ્પીડમાં આવતા વાહનોનો ઓવર સ્પીડીંગનો મેસેજ કંટ્રોલ રુમ સુધી જલદી પહોંચશે.
એટલું જ નહીં આ સિવાય પણ રોડ પર દરેક લેન માટે સેપરેટ વીડિયોગ્રાફી પણ કરી શકાશે. ખોટી રીતે પાર્ક કરેલા તેમજ અકસ્માત સમયના વાહનોની નાનામાં નાની જાણકારી પણ મેળવી શકાશે. આ સિવાય ટ્રાફીકની શું સ્થિતિ છે. નોર્મલ છે કે વધુ વાહનોના કારણે મુશ્કેલી સર્જાઈ છે એ તમામ બાબતોની જાણકારી ઉપરાંત ડીઝાસ્ટર મેનેજમેન્ટને લગતી પણ માહિતી મળી શકશે. રોડ પર લાગેલા વીએમએસ, વીએસસ, એમડીએસ એક્યૂએમએસ સહીતની સિસ્ટમના કારણે જાણી શકાશે.
અમદાવાદમાં ટ્રાફીકની સમસ્યાઓ સતત વધી રહી છે તેમાં પણ અકસ્માતો પણ ઘણા વઘી રહયા છે ત્યારે એસપી રીંગ રોડ, એસજી હાઈવે સહીતના વિવિધ મોટા રોડ પર પણ આ પ્રકારે ટ્રાફીક મેનેજ તેમજ તેને લગતી તમામ અપડેટ રાખવામાં આવી રહી છે.