રખડતા ઢોર મામલે રજીસ્ટ્રેશનથી લઈને ટેગિંગ તેમજ દંડનાત્મક કાર્યવહી સહીતના નિયમો સાથેની સરકારની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મહાનગર પાલિકાઓમાં અવાર નવાર રખડતા ઢોરના કારણે અકસ્માતના કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે લોકોના ઘાયલ થવાના તેમજ મોતના બનાવો બની રહ્યા છે.
રજીસ્ટ્રેશન વિનાના ઢોર સામે કાર્યવાહી પણ તેજ કરવામાં આવશે. મનપા અને નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
માર્ચથી ઓગસ્ટ સુધીમાં ઢોરની અડફેટે 14ના મોત નિપજ્યું છે. જેમાં બાળકો, મહિલા અને યુવકોનો સમાવેશ થાય છે. નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. આ બનાવોને અટકાવવા માટે હવે તંત્ર એ એલર્ટ બનીને નિયમો બનાવ્યા છે.
ટેગ હશે તો ઢોરના માલિક સુધી જલદી પહોંચી દંડ કરવામાં આવશે. ગાય, ભેંસ બળદ 3000 હજારનો દંડ કરવામાં, વાછરડા માટે 1000નો દંડ કરવામાં આવશે.
અકસ્માતો બનતા લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જાહેરમાં ઘાસ પર પણ પ્રતિબંધ મુકાયો છે. મનપા અને નગરપાલિકામાં આ ગાઈડલાઈન જારી કરાઈ છે.