રાજકોટ પ્રવાસ બાદ ગાંધીનગર આવેલા પીએમ મોદીએ રાજભવન ખાતે મંત્રીઓ સાથે બેઠક કરી હતી. પ્રધાન મંડળમાં સામેલ મંત્રીઓને કેટલીક કામગિરીને લઈને ટકોર કરી હતી. પ્રજાલક્ષી કામગિરીને લઈને સૂચનો કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો આ બીજો દિવસ છે. ગઈકાલે સાંજે રાજભવન સાથે મંત્રીમંડળ સાથે બેઠક તેમણે કરી હતી. 1 કલાક ચાલેલી બેઠકમાં પ્રધાનોની કામગિરીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનોના ક્લાસ લેવાના હતા તેમાં અમૂક પ્રધાનોને તેમની કામગિરીને લઈને ટકોર કરવામાં આવી હતી. સરકારની તમામ યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ સરકારી યોજનાઓમાં ડિજિટ માધ્યમો તથા ક્યુઆર કોડનું સૂચન કર્યું છે.
આજે પીએમ સેમીકોન ઈન્ડિયાનું ઉદઘાટન ગાંધીનગરમાં કરશે. આ કાર્યક્રમનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. સેમિકન્ડક્ટને લગતી બાબતોનું એક્ઝિબિશન 6 દિવસ સુધી ચાલશે. ભારતની આ ક્ષેત્રમાં રોકાણની તક અંગે પ્રદર્શન યોજવામાં આવશે. ગઈકાલે રાજસ્થાનથી પીએમ ગુજરાત આવ્યા હતા જ્યાં 2000 કરોડથી વધુની ભેટ ગુજરાતને રાજકોટ હીરાસર એરપોર્ટના નવીનીકરણ સહીતની આપી હતી. ત્યારે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.