ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અલકાયાદાના સંદીગ્ધ આતંકીઓને પકડવા બદલ ATSને આપતા કહ્યું કે, પકડાયેલા ત્રણેય સંદિગ્ધ આતંકવાદી અલકાયદા બાંગ્લાદેશની વિચારધારા સાથે સંપર્કમાં હતા.
રાજકોટમાં ત્રણ આતંકીઓ પકડાયા છે ત્યારે આ મામલે હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતા કહ્યું કે, આખી ટીમને અભિનંદન આપું છું. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે. આ ત્રણેય અલકાયદા બાંગ્લાદેશની વિચારધારા સાથે સંપર્કમાં હતા. ખૂબ જ કટ્ટરપંથી વિચારધારા સાથે સંકળાયેલા હતા. તેમની પાસેથી હથિયારો મળી આવ્યું છે અને 10 જેટલા કારતુસ પકડાયા છે.
ત્રણેયની ગતિવીધીઓ પર નજર રાખવા માટે એટીએસની ટીમ રાજકોટમાં નજર રાખીને બેઠી હતી. આજે તેમને આ સફળતા મળી છે. આ મામલે એટીએસ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. ATS તેમની પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ મળી છે. ગુજરાત ATS દ્વારા ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. ATSએ તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. એટીએ, આ ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તે છેલ્લા છ માસથી રાજકોટના સોનીબજારમાં નોકરી કરતો હતા. એટીએસને તેની પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.