ગુજરાતમાં રાજકોટમાં અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. એટીએસ દ્વારા આ મામલે સેફ નવાઝ, અમાન મલિક અને અબ્દુલ શુકુર 3ની ધરપકડ કરવામાં આવી છે. 3 પાસેથી એક પિસ્ટલ અને કારતુસ કબ્જે કરવામાં આવ્યા. આ ત્રણ કટ્ટરપંથી હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરતા હતા.
એટીએસ દ્વારા 2.5થી 3 મહિના પહેલા અલકાયદાનું નેટવર્ક પકડાયું હતું. એટીએસના ટેકનિકલ સર્વેલન્સમાં આ તમામ લોકો હતા. કોલ ડીટેઈલ વોટસએપથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું. ગઈકાલે 8થી 10ની પૂછપરછ કરાઈ હતી અને 3ની ધરપકડ કરવામાં આવી છે.
એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય યુવકો ભડકાવવાનું કામ કરતા હતા અને અલગ જગ્યાએ મળી વ્યૂહ રચના કરતા હતા. યુવાનોને માઈન્ડવોશ કરવાનું કામ કરતા તેમજ અલકાયદાનો પ્રચાર થાય તેવું કામ કરતા હોવાનું પ્રાથમિક વિગતોમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
મુળ પશ્ચિમ બંગાળના આ ત્રણેય આરોપીઓ મુસ્લિમ કારીગરોને ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. યુવાનોને સોફ્ટ ટાર્ગેટ કરવાનો પ્લાન તેઓનો હતો. 3 લોકો પકડાયા છે ત્યારે અહીં રહીને તેઓ 9 મહિનાના સમયમાં કોના સંપર્કમાં હતા. તેમની સાથે કોઈ યુવાનો જોડાયેલા છે કે કેમ એ તમામ મુદ્દાઓને લઈને એટીએસ તપાસ કરશે. તેમનો આકા કોણ છે. કોના કહેવાથી તેઓ અહીં આવ્યા હતા એ તમામ મામલે પૂછપરછ કરવામાં આવશે.
ગુજરાત એટીએસની સતર્કતાથી આ ત્રણની ધરપકડ કરાઈ છે. જો કેસ એવી પણ વિગતો અત્યારે પ્રાથમિક રીતે મળી રહી છે કે, તેઓ બાંગ્લાદેશમાં અલકાયદાનું કામ કરતા એક આતંકીના સંપર્કમાં હતા. રાજકોટ સોની બજારમાં તેઓ રહેતા હતા. અહીં અનેક કારીગરો રહે છે. ત્યારે તેઓ પણ પશ્ચિમ બંગાળથી અહીં કામ માટે આવ્યા હતા. .તેમની પાસેથી હથિયાર ઉપરાંત પત્રિકા પણ જપ્ત કરાઈ છે.