રાજકોટથી ઝડપાયેલા ત્રણ શંકાસ્પદ આતંકીઓ અલકાયદાની વિચારધારાથી પ્રભાવિત હતા. તેઓ હથિયારો ચલાવવાનું ઓનલાઈન શિખતા હતા જો કે, હથિરો પણ ખરીદવાની ફિરાકમા હતા. પશ્ચિમ બંગાળના આ યુવકોને કટ્ટરવાદ તરફ આતંકીઓ દોરતા હતા. આ મામલે એટીએસ દ્વારા આતંકીઓના પરીવારોના બેન્ક એકાઉન્ટની તપાસ કરાશે.
એટીએસ દ્વારા દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ મામલે સકંજો કસવામાં આવ્યો છે. ત્યારે આ મામલે તપાસ તેજ કરાતા પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટથી ઝડપાયેલા ત્રણ પશ્ચિમ બંગાળના અનેક યુવકોના સંપર્કમાં હતા. બ્રેઈન વોશ કરીને તેમની વિચારધારા સાથે જોડીને આતંકી ગતિવિધીઓને તેજ કરવામાં આવતી હતી.
ગુજરાત એટીએસ અત્યારે પશ્ચિમ બંગાળ સુધી પહોંચી છે અને આ મોડ્યુલના તાર પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા છે. એટીએસ તમામ પ્રકારની જાણકારી મેળવશે. બેન્ક એકાઉન્ટ થકી તેઓ ફંડીંગ ક્યાંથી લાવતા હતા તેની તપાસ કરાશે.
રાજકોટમાં શંકાસ્પદ ત્રણ આતંકીઓ ઝડપાયા હતા. તેમની પૂછપરછમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. વેસ્ટ બંગાળના યુવકોને પણ તેમની ટીમમાં જોડવાનું કામ પણ કરતા હોવાની આશંકા છે. સોની બજારમાં રહીને શું પ્રવૃત્તિઓ કરતા હતા. તે મામલે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે અન્ય શંકાસ્પદોની પણ ધરપકડ રાજકોટથી કરવામાં આવી છે.