અમદાવાદમાં સોલા પોલીસે હથિયારો વેચવાના મામલે બેની અટકાયત કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તેમની પાસેથી રીવોલ્વર, કારતુસ મળી આવ્યા છે. આશંકાના આધારે પોલીસે તપાસ કરતા આ મામલે બેની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જમ્મુનો એક નિવૃત જવાન તેમાં સામેલ છે જે હથિયારો વેચતો હતો. પકડયેલા આરાપીમાંથી એક વ્યક્તિ અસામ રાઈફલમાં હતો. બન્ને સાથે કામ કરતા હતા.
બે વ્યક્તિ પોલીસની રડારમાં આવતા તેમની અટકાયત કરવામાં આવી છે.
સૌથી અગત્યની વાત તો એ છે કે, એક આરોપી જમ્મુનો નિવૃત જવાન છે. એક આસામ રાઈફલનો તેનો મિત્ર હતો અને સાથે જ ફરજ બજાવતા હતા. તેવી વિગતો આ મામલે પ્રાપ્ત થઈ રહી છે. તેમની પાસેથી એક રીવોલ્વર, 12 જેટલા કારતુસ અને ચાર ફૂટેલા કારતુસ કબજે કરવામાં આવ્યા છે.
સોલા પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી અને ગેરકાયદેસર હથિયારનો ધંધો કરવા મામલે કેટલીક વિગતો સામે આવી હતી. માહિતીના આધારે મોનીટરીંગ ગોઠવવામાં આવ્યું હતું. જે દરમિયાન એક શંકાસ્પદ વાહન જોવા મળતાં કારને સીઝ કરીને અટકાવી તપાસ કરતા રિવોલ્વર હથિયાર અને કારતુસ મળી આવ્યા હતા.