છેલ્લા ઘણા સમયથી શહેરમાં આત્મહત્યાના કિસ્સાઓમાં વધાર થયો છે. ત્યારે વધુ એક આપઘાત અંગેના ખાસ અહેવાલ શહેરના નરોડા વિસ્તારમાંથી સામે આવ્યા છે. જો કે, નરોડા પોલીસે સરાહનીય કામગીરી કરીને આપઘાતનો પ્રયાસ કરતા યુવકને સમજાવ્યો હતો અને તેને જીવ બચાવ્યો હતો.
આપઘાત કરવા જાઉં છું કહી યુવક ઘરેથી નીકળ્યો હતો
મળતી માહિતી મુજબ, નરોડા વિસ્તારમાં પોલીસને કોલ મળ્યો હતો કે એક યુવક આપઘાત કરવા જઈ રહ્યો છે. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેનો જીવ બચાવ્યો હતો. નરોડા વિસ્તારમાં રહેતા એક યુવકની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરી જણાવ્યું હતું કે, તેનો પતિ આપઘાત કરવા જાઉં છું મને શોધશો નહીં તેમ કહીને ઘરેથી નીકળ્યો છે. આથી પોલીસે મામલાની ગંભીરતાને સમજી ત્વરિક કાર્યવાહી કરી હતી.
લોકેશનના આધારે નરોડા પોલીસે મોડાસા પોલીસની મદદથી યુવકને શોધી કાઢ્યો હતો અને સમજાવ્યો હતો. જો કે, યુવક સમજી જતા તેને આપઘાત કરવાનું ટાળ્યું હતું. આમ પોલીસની સમજદારીના કારણે યુવકનો જીવ બચી ગયો છે. પોલીસે યુવકને તેને ઘરે પરત મોકલ્યો હતો