ગાંધીનગર: રાષ્ટ્રિય સ્વયમ સેવક સંઘનું પ્રકોશ્ટ “ગંગા સમગ્ર” દ્વારા રવિવાર, તા. ૨૦મી ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે ગુજરાત પ્રાંતના સંરક્ષક શ્રી સંજયભાઈ રાદડીયા, ગુજરાત પ્રાંત સંયોજક તથા રાષ્ટ્રીય સંચાર મીડિયા આયામ પ્રમુખ શ્રી અરૂણસિંહ રાજપૂત, ગુજરાત પ્રાંતના સહ સંયોજક શ્રી રાહુલપતિ ત્રિપાઠીજી ના માર્ગદર્શનમાં અને મહેમાનશ્રીઓ તરીકે પર્યાવરણ વિભાગના ચીફ એન્જિનિયર શ્રી રાજેશકુમાર પરમારજી તેમજ રીટાએર્ડ અધિક કલેકટર શ્રી એ કે સિંઘજી ની ઉપસ્થિતિમાં અવિરલ ગંગા.. નિર્મલ ગંગા.. ના સૂત્ર સાથે ગુજરાત ભરના નવનિયુક્ત પદાધિકારીઓ માટે “કાર્યકર્તા પરિચય અને પ્રશિક્ષણ શિબિર – ૨૦૨૩” નું આયોજન કરાયું હતું.
જેના ભાગ રૂપે સંપૂર્ણ ગુજરાત પ્રાંતમાં સંઘનો વ્યાપ વધારવાના હેતુથી પ્રદેશ, જિલ્લા, શહેર અને તાલુકા કક્ષાએ ૧૩૫ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ સ્તરે સહ સંરક્ષક: શ્રી ચિરાગકુમાર વાછાણી, સહ સંયોજક: શ્રી શૈલેન્દ્રસિંહ ઠાકોર (શૈલુ બાપુ) – વડોદરા, સંગઠન મંત્રી: શ્રી પ્રકાશ યાદવ (પાટીલ) – વડોદરા, કાર્યકારિણી અઘ્યક્ષ: શ્રી ગુંજનભાઈ પટેલ – ગાંધીનગર, મહિલા અધ્યક્ષ: શ્રીમતી નીતુ ખેમાની – ગાંધીનગર, મહિલા મહામંત્રી: શ્રીમતી રિતુ રાઠી – સુરત, તેમજ ગુજરાત ના વિવિધ આયામ માટે સંચાર મીડિયા આયામ અઘ્યક્ષ: શ્રી પવન મિશ્રા, મહામંત્રી: કુલદીપસિંહ જાડેજા, પર્યાવરણ આયામ અઘ્યક્ષ: શ્રી કર્ણવ દવે, આરતી આયામ અઘ્યક્ષ: મહંત શ્રી સુનીલદાસજી મહારાજ, જૈવિક કૃષિ આયામ અઘ્યક્ષ: ડો. સી કે ટિંબડિયા, ઉત્તર ગુજરાત પ્રાંત પ્રભારી: શ્રી મિત સોની, દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રભારી: શ્રીમતી રિશિદા ઠાકુર, દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ, કર્ણાવતી જિલ્લા અઘ્યક્ષ: શ્રી નરેશકુમાર ડી પરમાર, મહિલા અધ્યક્ષ: શ્રીમતી ગાયત્રીબેન શાહ, ગાંધીનગર જિલ્લા અઘ્યક્ષ: અવિરાજસિંહ સિસોદિયા, વિધિ પ્રકોષ્ટ આયામ અઘ્યક્ષ અભિરાજસિંહ રાજપૂત, મહેસાણા જિલ્લા અઘ્યક્ષ: શ્રી રુદ્રદત્તસિંહ ઝાલા, વડોદરા જિલ્લા અઘ્યક્ષ: શ્રી જયેશભાઈ ચોકસી, સુરત જિલ્લા અઘ્યક્ષ: શ્રી આકાશ બંસલ, નવસારી જિલ્લા અઘ્યક્ષ: શ્રી અજિતસિંહ ઠાકુર, તાપી જિલ્લા અઘ્યક્ષ: સુદામભાઈ સાટોટે અને વલસાડ જિલ્લા અઘ્યક્ષ શ્રી મનોજ પટેલ ની નિમણુક કરવામાં આવી હતી.
સંપૂર્ણ ગુજરાતમાં ૧૩૫ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ૨૨, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૮, ગાંધીનગર ૫, મહેસાણા ૪, કર્ણાવતી (અમદાવાદ) ૩૭, વડોદરા ૨૭, સુરત ૧૧, નવસારી ૧૪, તાપી ૪ અને વલસાડ ૩ અને જૂનાગઢ જિલ્લામાં ૧ પદાધિકારીઓ નો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓએ પર્યાવરણ અને પ્રદૂષણ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને નવનિયુક્ત પદાધિકારીઓએ દરેક નદીઓ, નાળા, કેનાલ, તળાવો, કુવાઓની સાફસફાઈ, સાચવણી અને જાળવણી સાથે પાણીની બચત, તેમજ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને ગુજરાત ભરના નાગરિકોને પર્યાવરણ વિશે જાગૃત કરવા માટેનો સંકલ્પ લીધો હતો.
શિબિરના અંતે પ્રદેશ કાર્યકારિણી અઘ્યક્ષ શ્રી ગુંજનભાઇ પટેલ ના વિમોચન સાથે સંગઠન મંત્રી શ્રી પ્રકાશ યાદવ પાટીલ દ્વારા આભારવિધિ તેમજ રાષ્ટ્ર ગીત સાથે શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી