અમદાવાદ ટ્રાફીક પોલીસના નામે વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે ઇ-મેમા ફાઇનના નાણા પડાવી છેતરપીંડી કરનાર ગેંગના એક ઇસમને ઝારખંડ રાંચી ખાતેથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી ઘણા લોકો ભોગ બન્યા છે અને આરોપી સુધાંશુ મિશ્રાએ આ કૌભાંડ આચર્યું હતું. જેની સાથે અન્ય સાથી ફરાર છે જેમને પણ પકડી પાડવામાં આવશે.
આ અંગે વધુમાં માહિતી આપતા એસીપી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ભરત પટેલે કહ્યું કે, cctv કેમેરા થકી ઈ મેમો અમદાવાદ પોલીસ દ્વારા ઈસ્યૂ કરવામાં આવે છે. ટ્રાફિકનો નિયમોનો ભંગ કરનાર સામે ઈ ચલણ ઈસ્યૂ થતા હોય છે.આરોપી તેના સાથીદારો સાથે મળીને દંડ ન ભર્યો હોય તેને શોધીને ફોન કરીને ફ્રોડ કરતો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસની કાયદેસરની ઓફિસ કે સાઈટ નથી. અમદાવાદ ટ્રાફિકની સાઈટ ઓપન કરી રેન્ડમ કોઈ પણ નંબર જેમાં જીજે-01 અને જીજે-27 નાખતા હતા અને કોઈ નંબર 5 આંકડાનો રેન્ડમ નાખતા અને તેના આધારે ખબર પડતી હતી કે વાહન ચાલકને ફાઈન્ડ ભરવાનો બાકી છે. ત્યારબાદ ફાઈન ભરવાનો બાકી હોય તેમને શોધી લેતા ત્યારે ફાયનાન્સ કંપનીની સાઈટ પર નાખતા ત્યારે પેન્ડિંગ ચલણની વિગતો મળી જતી હતી.
વધુમાં કહ્યું કે, એમ પરીવહન સાઈટ પર પણ તેઓ ચેક કરતા હતા જેથી વિગતો મેળવીને ફોન કરતા અને તમારો આટલો ફાઈન છે ત્યારે લોકો તેમની વાતમાં આવી જતા હતા, છેવટે આ મામલે ખબર પડતા સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો અને તપાસ હાથ ધરાતા સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રા ઝારખંડનો વતની છે. જે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ઈ ચલણના નામે કૌભાંડ કરી લોકો પાસેથી માહિતી મેળવી ઘણા રુપિયા પડાવ્યા હતા. કલકત્તાના એક શખ્સ કે જેની પાસે આ પ્રકારની સ્કિલ જાણી હતી ત્યારબાદ તેનો ઉપયોગ કરતો હતો. ગુજરાત સિવાય અન્ય રાજ્યોના લોકોને ભોગ બનાવ્યા છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવશે. અત્યાર સુધીમાં લાખો રુપિયા ફ્રોડ કરીને પડાવ્યા છે. તેમ તેમણે કહ્યું હતું.