તમામ મુખ્ય એરબેઝ પર ‘પ્રલય’ કરવામાં આવશે. તાજેતરમાં તૈનાત ડ્રોન સ્ક્વોડ્રન પણ તેનો એક ભાગ હશે.
એસ-400 એર ડિફેન્સ સ્ક્વોડ્રન પણ તૈનાત
‘પ્રલય’ યુદ્ધ અભ્યાસ એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારતીય વાયુસેનાએ પૂર્વ સેક્ટરમાં એસ-400 એર ડિફેન્સ સ્ક્વોડ્રન તૈનાત કરી છે, જે 400 કિમીની રેન્જ સાથે દુશ્મનના કોઈપણ વિમાન અથવા મિસાઈલને નષ્ટ કરી શકે છે. દુનિયાના બહુ ઓછા દેશો પાસે આ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે. ભારતે આ સોદો રશિયા સાથે અબજો ડોલરમાં કર્યો છે.
ડ્રોનની એક ટુકડીને ઉત્તર-પૂર્વમાં સ્થાનાંતરિત કરી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાની ‘પ્રલય’ યુદ્ધ અભ્યાસમાં ટ્રાન્સપોર્ટ અને અન્ય વિમાનો તેમ જ રાફેલ અને સુખોઈ-30 ફાઈટર જેટ સહિત આઈએએફની મુખ્ય લડાયક સંસાધન જોવા મળશે. તાજેતરના મહિનાઓમાં આઇએએફ દ્વારા કરવામાં આવી રહેલી આ બીજી કમાન્ડ-લેવલની એક્સરસાઇઝ છે. તાજેતરમાં, ભારતીય વાયુસેનાએ સિક્કિમ અને સિલીગુડી કોરિડોર સેક્ટરમાં પ્રતિકૂળ ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે અને તેની ક્ષમતાઓને વધારવા માટે અન્ય બેઝ પરથી ડ્રોનની એક ટુકડીને ઉત્તર-પૂર્વમાં સ્થાનાંતરિત કરી છે.