ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલા સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે સૂર્ય ભગવાન તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ‘તુલા સંક્રાંતિ’ કહેવાય છે. ઓરિસ્સા અને કર્ણાટકમાં તુલા સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને પોતાની ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને દાન કરવું પણ ખૂબ જ શુભ મનાય છે. તો ચાલો તુલા સંક્રાંતિની કથા અને પૂજા પદ્ધતિ અંગે જાણીએ.
તુલા સંક્રાંતિ શુભ મુહૂર્ત
માહિતી મુજબ, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે 18 ઓક્ટોબરે તુલા સંક્રાંતિ ઊજવવામાં આવશે. તે જ દિવસે બપોરે 01:29 કલાકે સૂર્ય દેવ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. તેમ જ આ દિવસે પુણ્યકાળ સવારે 06.23થી બપોરે 12.06 સુધી અને મહાપુણ્યકાળ સવારે 06.23થી 08.18 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન, સ્નાન અને દાન કરી શકાય છે.
તુલા સંક્રાંતિ કથા
સ્કંદ પુરાણમાં વર્ણવેલ કથા અનુસાર, અગસ્ત્ય મુનિની પત્નીનું નામ કાવેરી હતું. તે તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ, એક દિવસ ઋષિ અગસ્ત્ય પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેઓ પોતાની પત્ની કાવેરીને મળવાનું ભૂલી ગયા. તેમની બેદરકારીને કારણે, કાવેરી અગસ્ત્ય મુનિના સ્નાન ક્ષેત્રમાં આવે છે અને જમીન પર કાવેરી નદી તરીકે ઓળખાય છે. ત્યારથી આ દિવસને કાવેરી સંક્રાંતિ અથવા તુલા સંક્રાંતિ તરીકે ઊજવવામાં આવે છે.
તુલા સંક્રાંતિ પૂજાવિધિ
તુલા સંક્રાંતિ તિથિ પર, સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરો. જો આમ કરવું શક્ય ન હોય તો તમે ઘરે જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. આ પછી, સ્નાન કર્યા પછી, નવા પીળા રંગના કપડાં પહેરો. હવે પાણીમાં લાલ ફૂલ અને કાળા તલ મિક્સ કરીને સૂર્યદેવને અર્પણ કરો.
(Disclaimer: ‘આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/ સામગ્રી/ ગણતરીઓની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/ માન્યતાઓ/ ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી લાવવામાં આવી છે. અમારા હેતુ માત્ર માહિતી આપવાનો છે, યુઝર્સે તેને માત્ર માહિતી તરીકે જ લેવી. આ સિવાય તેના કોઈપણ ઉપયોગની જવાબદારી યુઝરની પોતાની રહેશે.)