ઓપનર અબ્દુલ્લા શફીક 9 રને અને ઇમામ ઉલ હક 12 રને આઉટ થયા હતા. આ પછી મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ મેદાન પર ઉતર્યા, પરંતુ આ દરમિયાન મોહમ્મદ રિઝવાન પહેલા જ બોલ પર આઉટ થતા બચી ગયો હતો અને આ દરમિયાન માર્કો જાનસેન અને તેની વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં, પાકિસ્તાન ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો જાનસેન વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ઈમામ ઉલ હક આઉટ થતા જ મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર આવ્યો હતો. જો કે, માર્કો જેન્સનના પ્રથમ બોલ પર આઉટ થવાથી તે બચી ગયો હતો. માર્કોએ તેના પહેલા બોલ પર રિઝવાનનો કેચ છોડ્યો હતો. દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ અને ગેરાલ્ડ કોએત્ઝીએ મામલો શાંત પાડ્યો હતો.
મોહમ્મદ રિઝવાન સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
શરૂઆતના બે આંચકાઓ બાદ બેટિંગ કરવા આવેલા પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને તેના પહેલા બોલે જ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. રિઝવાને મોટી ઇનિંગ્સ રમવાની કોશિશ કરી, પરંતુ તે બેટિંગમાં કંઈ ખાસ બતાવી શક્યો નહીં. રિઝવાને 27 બોલનો સામનો કર્યો અને 31 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 4 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી.