WhatsApp પર 32 લોકો સાથે આ રીતે કરવો વીડિયો કૉલ:
સૌથી પહેલા તમારે ગ્રૂપ ચેટ ઓપન કરવી પડશે, જેની સાથે તમે કોલ કરવા માંગો છો. પછી સ્ક્રીનની ટોચ પર વીડિયો કૉલ અથવા વૉઇસ કૉલ બટનને ટેપ કરો. પછી પુષ્ટિ કરો. જો ગ્રુપમાં 32થી ઓછા લોકો હશે તો તમારો કોલ તરત જ શરૂ થઈ જશે. જો ત્યાં 32થી વધુ લોકો હોય, તો તમારે તે લોકોને પસંદ કરવાની જરૂર પડશે, જેને તમે કૉલમાં ઉમેરવા માંગો છો. એકવાર તમે સહભાગીઓને પસંદ કરી લો, પછી કૉલ શરૂ કરવા માટે વીડિયો અથવા વૉઇસ કૉલ પર ટૅપ કરો.
વોટ્સએપમાં લૉક કરેલી ચેટ્સ છુપાવી શકાશે:
વોટ્સએપ પર એક નવું ફીચર વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં લૉક કરેલી ચેટ્સને હાઇડ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સેવા હાલમાં વિકાસ હેઠળ છે અને ભવિષ્યમાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વર્તમાન વિશે વાત કરીએ તો, લૉક કરેલ ચેટ્સ સરળતાથી એક્સેસ કરી શકાય છે.