પાચન સુધારવા માટે આયુર્વેદિક ચા તરીકે CCF ચા બનાવવી જોઈએ. આ માટે એક વાસણમાં એક કપ પાણી નાખો. તેમાં એક ચમચી જીરું (Cumin seeds), એક ચમચી ધાણાજીરું (Coriander seeds) અને એક ચમચી વરિયાળી (Fennel seeds) ઉમેરો. ઓછામાં ઓછા 7થી 10 મિનિટ સુધી પાણીને ઊકળવા દો. આ પછી તેને ગાળીને પી લો.
ચાના અન્ય ફાયદા
ખીલની સમસ્યા દૂર થાય છે. લીવર અને કિડની ડિટોક્સ થાય છે. સોજાની સમસ્યા દૂર કરે છે. ફેટી લિવરથી પીડિત દર્દીઓ માટે પણ આ ચા ખૂબ જ ફાયદાકારક છે. આ ચા પેટના દુખાવામાં પણ અસરકારક છે.
(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પૃષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)