ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર જાહેરસભા તેમજ વિવિધ કાર્યક્રમો પણ તેમણે કર્યા હતા. જેથી ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજના મતો તેમને ફળી શકે છે અને ભાજપને નુકાશાન પહોંચાડી શકે છે.
જેથી અર્બુદા સેના વિપુલ ચૌધરી સાથે હવે રાજકીય રંગ લઈ શકે છે. ચૂંટણીમાં અર્બુદા સેના આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી પ્રબળ સંભાવના આજે છે. વિપુલ ચૌધરી અને અર્બુદા સેના AAPમાં જોડાવાથી ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે.
આ બેઠકો પર ચૌધરી સમાજના મતો
વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સંકેતો પહોલાથી જ મળી રહ્યા છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વીજાપુર, વિસનગર અને ખેરાલુ તેમજ પાટણમાં ચૌધરી સમાજના મતો ભાજપને અસર કરી શકે છે. વિસનગરમાંથી વિપુલ ચૌધરી ઉભા રહી શકે છે. કેમ કે, અગાઉ અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીએ વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી આ અંગે પડદો ઉઠ્યો નથી.
800 કરોડના કૌભાંડનો આરોપ
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર 800 કરોડના કૌભાંડનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ અગાઉ થોડા દિવસ પહેલા જ કરી લીધી છે. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
વિપુલ ચૌધરીને લઈને પહેલાથી જ રાજકારણ ગરમાયું
વિપુલ ચૌધરીને લઈને પહેલાથી જ રાજકારણ ગરમાયું છે તેમને ચૂંટણી પહેલા જ તેમનો પ્રચાર શરુ કરી દીધો હતો અને ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર જાહેરસભા તેમજ વિવિધ કાર્યક્રમો પણ તેમણે કર્યા હતા. જેથી ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજના મતો તેમને ફળી શકે છે અને ભાજપને નુકાશાન પહોંચાડી શકે છે.