વડોદરામાં ખાસ કરીને આ વખતે બળવો જોવા મળ્યો છે તે રીતે નેતાઓની નારાજગી બાદ તેમના સમર્થકોનો અને કાર્યકરોનો પણ ટેકો મળી રહ્યો છે.
ભાજપે પાદરા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો પર લાલ આંખ રાખવા બદલ 51 લોકોને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં પાદરા નગરપાલિકાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. અગાઉ ગયા સપ્તાહે ભાજપે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવતા મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ નેતાઓના સમર્થકોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા આ વખતે 38 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. ટિકિટ કપાતા ધારાસભ્યોમાં નારાજગી પણ છે ત્યારે આ ધારાસભ્યોના વર્ષો જૂના સમર્થકો તેમને અપક્ષમાં દાવેદારી કરાતા ક્યાંય સપોર્ટ પણ કરી રહ્યા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સામે પડનારને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. અગાઉ પ્રદેશ અધ્યક્ષે પણ નેતાઓને ફોર્મ પરત લેવા માટે કહ્યું હતું પરંતુ અપક્ષમાં દાવેદારી નોંધાવનાર નેતાઓએ આ ના કરતા તેમને પણ સસ્પેન્ડ કરાયા હતા.