બેલ્જિયમની કારમી હાર બાદ, ચાહકોએ ભારે તોડફોડ કરી અને હંગામો કર્યો. હંગામાને પગલે પોલીસે અનેક વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી કરવી પડી હતી અને હિંસક બનેલા લોકોના ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો
બેલ્જિયમની કારમી હાર બાદ, ચાહકોએ ભારે તોડફોડ કરી અને હંગામો કર્યો. હંગામાને પગલે પોલીસે અનેક વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી કરવી પડી હતી અને હિંસક બનેલા લોકોના ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. મોરોક્કો સામેની અણધારી હારથી ગુસ્સે ભરાયેલા લોકોએ આગ લગાવી અને કાર પર પથ્થરમારો કર્યો. પોલીસ દ્વારા કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વાસ્તવમાં, મોરોક્કન મૂળના કેટલાક સમર્થકોએ તેમની જીતની ઉજવણી કરવાનું શરૂ કર્યું, જે પછી હિંસા ફાટી નીકળી.
મોરક્કોની ટીમે બેલ્જિયમને હરાવીને આ વર્લ્ડ કપમાં ત્રીજો મોટો અપસેટ સર્જ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને અને જાપાને જર્મનીને હરાવ્યું હતું. મોરોક્કોએ બેલ્જિયમને 2-0થી હરાવી પોતાનો વર્લ્ડ કપમાં પોતાની પહેલી જીત નોંધાવી. આ વર્લ્ડ કપના ઈતિહાસમાં મોરોક્કોની ત્રીજી જીત છે. તેની છેલ્લી જીત 1998માં થઈ હતી. ત્યારે મોરોક્કોએ સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું હતું. તેને 1986માં પહેલી જીત મળી હતી. મોરોક્કોએ પોર્ટુગલને 3-1થી હરાવ્યું. મોરક્કોની ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપ રમી રહી છે.
મોરોક્કો તરફથી આ મેચમાં સાબિરી અને ઝકારિયાએ ગોલ કર્યા હતા. આ વર્લ્ડ કપમાં 22મા ક્રમની ટીમ મોરોક્કોની આ પહેલી જીત છે. ક્રોએશિયા સામે તેની છેલ્લી મેચ ડ્રોમાં પૂરી થઈ હતી.