પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશના 19 જિલ્લાઓમાં 788 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન સવારે 8 વાગ્યાથી થયું અને સાંજે 5.30 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કા હેઠળ વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 2,39,76,670 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા અને 497 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે
અત્યાર સુધીમાં સુરતમાં 6%, રાજકોટ 8%, જામનગર 6%, કચ્છ 7%, સુરેન્દ્રનગર 7%, મોરબી 7%, અમરેલી 7%, ભાવનગર 7%, ગીરસોમનાથ 8%, તાપી 8%, ડાંગ 8%, દ્વારકા 7%, પોરબંદર 8%, જૂનાગઢ 7%, બોટાદ 6%, નર્મદા 6%, ભરૂચ 8%, વલસાડ 7% મતદાન નોંધાયું છે.
અબડાસા – 9.30 ટકા
વ્યારા 9.13 ટકા
ડાંગ 9.76 ટકા
કપરાડા 11.20 ટકા
ધ્રાંગધ્રા 8.29 ટકા
માંડવી 10.22 ટકા
માંગરોળ 7.67 ટકા
નવસારી 6.68 ટકા
નિઝર 9.35 ટકા
જેતપુર – 8.17 ટકા
ભુજ – 7.8 ટકા
સોમનાથ 7.2 ટકા
કોડીનાર 7.5 ટકા
તલાલા 7.9 ટકા
ધારી 6.4 ટકા
અમરેલી 8.1 ટકા
લાઠી 4.9 ટકા
સાવરકુંડલા 5.5 ટકા
રાજુલા 6.4 ટકા
મહુવા 5.9 ટકા
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર આ માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે, અર્ધલશ્કરી દળો પણ તૈનાત છે. લોકો કોઈપણ જાતના ડર વગર મતદાન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.