2017માં જીતેલા 182 ધારાસભ્યોની કુલ મિલકતનો આંકડો રૂ. 1400 કરોડથી વધારે થાય છે. 2022માં વધુ સંપત્તિ ધરાવતા ટોપ 10 ઉમેદવારોની સંપત્તિ જ રૂ. 2300 કરોડથી પણ વધારે છે. એડીઆર રિપોર્ટ મુજબ, 182માંથી 54 એટલે કે 30 ટકાએ તેમની મર્યાદાની 50 ટકાથી પણ ઓછો ખર્ચ કર્યો હતો. ધારાસભ્યોએ સરેરાશ 16.45 લાખ ખર્ચ કર્યો હતો
2017માં જીતેલા 182 ધારાસભ્યોની કુલ મિલકતનો આંકડો રૂ. 1400 કરોડથી વધારે થાય છે. 2022માં વધુ સંપત્તિ ધરાવતા ટોપ 10 ઉમેદવારોની સંપત્તિ જ રૂ. 2300 કરોડથી પણ વધારે છે. એડીઆર રિપોર્ટ મુજબ, 182માંથી 54 એટલે કે 30 ટકાએ તેમની મર્યાદાની 50 ટકાથી પણ ઓછો ખર્ચ કર્યો હતો. ધારાસભ્યોએ સરેરાશ 16.45 લાખ ખર્ચ કર્યો હતો. ભાજપના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 17.34 લાખ જ્યારે કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા 15,99 લાખ ખર્ચ કરાયો હતો. બે ધારાસભ્યો હિંમતનગરના રાજેન્દ્રસિંહ ચાવડાએ રૂ. 33.78 લાખ ખર્ચ કર્યો હતો જ્યારે સંતરામપુરના કુબેરભાઇ ડીંડોરે રૂ. 28, 95 લાખ ખર્ચ કર્યો હતો. લુણાવાડાના અપક્ષ રતનસિંહ રાઠોડે રૂ.૩ લાખ, બેચરાજીના કોંગ્રેસના ભરતજી ઠાકોરે રૂ. 3.81 લાખ, વડગામમાં અપક્ષ લડેલા જિજ્ઞેશ મેવાણીએ રૂ. 5.20 લાખ ખર્ચ કર્યો હતો. 67 ટકાએ પક્ષ પાસેથી ફંડ મેળવ્યું હતું, 22 ટકાએ પોતાની રીતે ફંડ એકત્ર કર્યું હતું. 46 ધારાસભ્યોએ એવું જાહેર કર્યું હતું કે તેમને પક્ષ દ્વારા કોઇ ફંડ મળ્યું નથી. ભાજપમાં ધારાસભ્યોને સરેરાશ 56 ટકા ફંડ અને કોંગ્રેસમાં 80 ટકા પક્ષમાંથી મળ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે 15.19 લાખ ખર્ચ કર્યો હતો.