જો કે, વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે વધુ લોન માંગવી તેમના માટે શરમજનક છે. તેમનું કહેવું છે કે દેવું એ દેશ સામેના આર્થિક પડકારોનો ઉકેલ નથી, કારણ કે જે લીધું છે તે પાછું આપવું પણ પડશે.
આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ પણ આર્થિક મદદ માટે સાઉદી અરેબિયાનો આભાર પણ માન્યો. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષો દરમિયાન, વિવિધ સરકારો, પછી ભલે તે રાજકીય નેતાઓ અથવા લશ્કરી સરમુખત્યારોના નેતૃત્વમાં હોય, આર્થિક મુદ્દાઓ ઉકેલવામાં સક્ષમ નથી. વડા પ્રધાને શનિવારે પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (PAS) ના પ્રોબેશનરી ઓફિસર્સના પાસિંગ આઉટ સમારોહને સંબોધિત કરતી વખતે નાગરિક કર્મચારીઓને દેશને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
‘વિરોધ પ્રદર્શનો પર સમય વેડફાયો’
મૈત્રીપૂર્ણ દેશોને ભંડોળની તેમની માંગ પર અફસોસ વ્યક્ત કરતા, પીએમ શાહબાઝ શરીફે શનિવારે કહ્યું કે તેઓ વધુ લોન માંગવામાં ખરેખર શરમ અનુભવે છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની ટીકા કરતા તેમણે કહ્યું કે, ભૂતકાળમાં અરાજકતા અને વિરોધ પ્રદર્શનમાં સમય વેડફાયો. પાકિસ્તાનના વડા પ્રધાને જણાવ્યું હતું કે જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) હાંસલ કરવામાં આવ્યા હોત, તો વિદેશમાંથી ઉધાર લેવાનું ટાળી શકાયું હોત અને અર્થવ્યવસ્થા વધુ ઝડપી ગતિએ સાચા માર્ગ પર આગળ વધી શકી હોત.
નોંધનીય છે કે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક ફોરેન એક્સચેન્જ રિઝર્વ 22.11 ટકા ઘટીને ફેબ્રુઆરી 2014 પછીના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે, જેનાથી આયાતને ધિરાણ આપવા માટે દેશ માટે ગંભીર પડકાર બની ગયો છે. 350 અબજની અર્થવ્યવસ્થાવાળા દેશને તેની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ઘટાડવા તેમજ દેવાની જવાબદારીઓને પહોંચી વળવા પર્યાપ્ત અનામતની ખાતરી કરવા માટે વિદેશી સહાયની સખત જરૂર છે.