દુર્ઘટના સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા. આગ ઓલવવા માટે બાથરૂમના ટબ અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આગ એટલી ભયાનક હતી અને રૂમની અંદર એટલો ધુમાડો હતો કે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો.
દુર્ઘટના સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા. આગ ઓલવવા માટે બાથરૂમના ટબ અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આગ એટલી ભયાનક હતી અને રૂમની અંદર એટલો ધુમાડો હતો કે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હતો.
આ ઘટના પર મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કર્યું કે, ‘ધનબાદની હાજરા મેમોરિયલ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગને કારણે ડૉક્ટર દંપતી ડૉ. વિકાસ અને ડૉ. પ્રેમા સહિત 6 લોકોના મોતથી હૃદય વ્યથિત છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.’
9 લોકોને બચાવી લેવાયા
જ્યારે ફાયર વિભાગને આગની માહિતી મળી, ત્યારે બે ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હોસ્પિટલની બંને બાજુના કુલ 9 લોકોને બચાવ્યા હતા. આ તમામને નજીકના પાટલીપુત્ર નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
‘…નહીંતર અકસ્માત વધુ ભયાનક હોત’
અહીં, ઘટનાના સંબંધમાં, હોસ્પિટલના મેનેજરે જણાવ્યું કે હાલ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આગ દરમિયાન ગેસથી ભરેલા સિલિન્ડરને રસોડામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો, નહીંતર આ દુર્ઘટના વધુ ભયાનક બની શકી હોત. આ પ્રસંગે બેંક ઈન્સ્પેક્ટર- સ્ટેશન હાઉસ ઓફિસર પીકે સિંહ અને ડીએસપી લો એન્ડ ઓર્ડર અરવિંદ કુમાર બિન્હાએ ચાર્જ સંભાળ્યો હતો. સુરક્ષાની સાવચેતીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે બહારના લોકોને ઉપરના માળે જવાની મનાઈ ફરમાવી હતી.
અકસ્માતનું મુખ્ય કારણ સુરક્ષામાં બેદરકારી
ફાયર વિભાગના કર્મચારીઓના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં આગને રોકવા માટે કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા નહોતી. અહી એન્ટી ફાયર મશીન પણ એક્ટીવ ન હતું તેથી ઘટનાનું કારણ સુરક્ષામાં બેદરકારી ગણી શકાય. બીજી તરફ, આજુબાજુના લોકો આ અકસ્માતથી ખૂબ જ આઘાત, દુઃખી અને ચિંતિત છે, હોસ્પિટલની બાજુમાં જ 15-16 માળનું એક મોટું એપાર્ટમેન્ટ (એમ્પાયર, હાર્મની) પણ છે. આગ નજીકના બિલ્ડીંગ સુધી પહોંચી શકી હોત, પરંતુ મોટા ટાવરવાળા મકાનોમાં પણ અકસ્માતને અટકાવવા માટે કોઈ ખાસ વ્યવસ્થા નહોતી.