ઓખા પાસે એટીએસ અને કોસ્ટ ગાર્ડે મળી સંયુક્ત ઓપરેશ હાથ ધરતા 200 કરોડથી વધુનો ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાતમાં વારંવાર સરહદી વિસ્તારોમાંથી ડ્રગ્સ ઘુસાડવામાં આવતા અનેક પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. એટીએસ અને કોસ્ટગાર્ડે ફરી એકવાર ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રને નાકામયાબ બાનાવ્યું છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર વચ્ચે આ પ્રયાસ નિષ્ફળ નિવડ્યો છે.
ગુજરાતમાં કરોડો અબજો રુપિયાના ડ્રગ્સનો પર્દાફાશ છેલ્લા કેટલાક મહિનાઓથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ઓખા પાસે હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સની સાથે સાથે હથિયારો પણ જર્ત કરવામાં આવ્યા છે. એટીએસ અને કોસ્ટગાર્ડે મળીને 10 લોકોને પકડી પાડ્યા છે. ડ્ર્ગ્સ ઘુસાડના દરેક કિમીયાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં ફરી એકવાર સરાહનીય કામગિરી નવા વર્ષની શરુઆત પહેલા કરવામાં આવી છે. અલ સોહેલી નામની બોટ્માંથી બાતમીના આધારે આ ઓપરેશન પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું હતું. નવા વર્ષમાં નાપાક હરકતને અંજામ આપતા પહેલા નિષ્ફળ બનાવવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ઓખા પાસે 40 કિલો આસપાસનો હેરોઈનનો જથ્થો છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર તેની કિંમતથી 200 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે.
ભારતમાં નશીલા પદાર્થો સામે ગૃહ વિભાગે આ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં ગુજરાતમાંથી એક પણ સહરદ પરથી નશીલા પદાર્થો ઘુસાડવા મુશ્કેલ જ નથી પરંતુ ના મુનકીન સાબિત થઈ રહ્યા છે. અગાઉ ગીયર બોક્સમાં હેરોઈન ઘુસાડવાના મામલે પણ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ઓપરેશનો પણ પાર પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં સરહદી વિસ્તારો સિવાય શહેરો અને જિલ્લાઓમાં પણ ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ કામ કરી રહી છે.