રવિવારે મોડી રાતે વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો.
રવિવારે મોડી રાતે વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ પુરાવીને નીકળેલા બાઇકસાવર એક દંપનીને પૂરપાટ ઝડપે આવતી બીએમડબ્લ્યૂ કારના ચાલકે ટક્કર મારી હતી. આથી દંપતી નીચે પટકાતા તેમને ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. જોકે સારવાર દરમિયાન દંપતી પૈકી મહિલાનું મોત થયું હતું.
ચારેય યુવકોનું મેડિકલ ટેસ્ટ પણ થશે
આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ તપાસ દરમિયાન પોલીસે કારચાલક સ્નેહલ પટેલની અટકાયત કરી છે. સ્નેહલ પટેલની પૂરપરછમાં જાણવા મળ્યું કે તે એક કારના શોરૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. રવિવારે રાતે સ્નેહલ પાર્સિંગ માટે આવેલી કાર લઈને મિત્રો સાથે નીકળ્યો હતો. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે સ્નેહલ અને તેના મિત્રોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઘટના સમયે સ્નેહલ અને તેના મિત્રો નશામાં હતા. આથી ચારેયની મેડિકલ ટેસ્ટ અંગેની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.