એક સારું જીવન જીવવા માટે પૈસાની જરૂર પડે છે. કારણ કે જો તે હોય તો સુખ-સુવિધાથી જોડાયેલી વસ્તુઓ મેળવવી શક્ય અને સરળ રહે છે. એટલા માટે લોકો પૈસા બચાવવાની સલાહ આપે છે. જેથી ભવિષ્યમાં આવનારી સમસ્યાઓનો સામનો કરી શકીએ. પરંતુ આચાર્ય ચાણક્યનું માનવું છે કે કેટલાક એવા કામ છે જેના માટે વ્યક્તિએ પૈસા ખર્ચતી વખતે પાછળ ન હટવું જોઈએ. આમ કરવાથી ધનમાં ઘટાડો નથી થતો નથી પરંતુ ધન-સંપત્તિ વધે છે.
જરૂરિયાતમંદને મદદ કરો
આચાર્ય ચાણક્ય અનુસાર જો તમારી પાસે ક્ષમતા હોય તો ગરીબ, જરૂરિયાતમંદ અને અસહાય લોકોની મદદ કરવા માટે પૈસા ખર્ચો અને તેમની મદદમાં કંજૂસાઈ ન કરો. જરૂરી નથી કે આ મદદ માત્ર પૈસા આપીને જ પૂરી થઈ જાય, પરંતુ જરૂરિયાતમંદોને શિક્ષણ સામગ્રી કે આરોગ્યની સુવિધા આપીને મદદ કરવી એ પણ એક સત્કર્મ છે. ચાણક્ય કહે છે કે આ કામ કરવા માટે પૈસા ખર્ચવાથી વ્યક્તિ આર્થિક રીતે મજબૂત બને છે અને લોકોના આશીર્વાદ મેળવે છે.
ધાર્મિક કાર્ય
એમ તો ભાગદોડથી ભરેલા જીવનમાં લોકો પાસે ધાર્મિક કાર્ય માટે સમય નથી. પરંતુ આચાર્ય ચાણક્યએ પોતાની ચાણક્ય નીતિમાં કહ્યું છે કે ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ કરવાથી પાછળ ન હટવું નહીં. તમારા ખિસ્સા અને બજેટના હિસાબે ધાર્મિક કાર્યમાં ચોક્કસપણે પૈસા ખર્ચો. દાન મંદિર કે તીર્થસ્થળ પર જ કરવું જોઈએ. આ સ્થાનો પર દાન કરવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી અને વ્યક્તિને યશ અને કીર્તિ મળે છે.
સામાજિક કાર્ય
સમાજના ભલાના કામમાં પૈસા ખર્ચતી વખતે કંજૂસી ન કરો. સમાજના કાર્યોમાં બને તેટલો ભાગ લો કારણ કે સમાજનું કલ્યાણ એ જ દેશનું કલ્યાણ છે. તેથી જ શાળા, હોસ્પિટલ અને સામુદાયિક નિર્માણના કામોમાં પૈસા ખર્ચતી વખતે અચકાવું નહીં.