ગાંધીનગર સીબીઆઈમાં લાંચ વિરોધી શાખામાં ફરજ બજાવતા સંદીપ કુમાર લાંચ કેસમાં હાજર થતા કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. અપ્રમાણસર સંપત્તિના કેસમાં લાંચની માંગ કરાઈ હતી ત્યારે 10 લાખની લાંચ કેસમાં ફરાર સીબીઆઈના પીઆઈ હાજર થયા હતા જેમના રીમાન્ડની વધુ માંગ કરાઈ હતી પરંતુ કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.
સંદિપ કુમાર સીબીઆઈ સમક્ષ હાજર થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. આ મામલે અગાઉ દીવમાં ફરજ બજાવતાટ મત્સ્યોધોગ ખાતાના મદદનીશ અધિક્ષક સુકર અંજનીએ આ મામલે દિલ્હી સીબીઆઈને ફરિયાદ કરી હતી.
હાલ સંદિપ કુમારને ત્રણ દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. અપ્રમાણસર મિલકતના કેસમાં 10 લાખની લાંચ માગી હતી. તપાસના આધારે તેમની સામે પુરાવાને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈને ટીમે આ મામલે સઘન તપાસ પણ હાથ ધરી હતી પરંતુ તેઓ હાથ નહોતા આવ્યા ત્યારે સામે ચાલીને તેઓ હાજર થયા હતા.
22 માર્ચના રોજ દિલ્હી સીબીઆઈને ફરીયાદ કરાઈ હતી. અપ્રમાણસર મિલકતના કેસમાં 10 લાખની લાંચ માગવાના આરોપસર ફરિયાદ કરાઈ હતી. લાંચની રકમ આપવામાં નહીં આવે તો અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ મળી હતી. જો કે, આ સમગ્ર કેસમાં પીઆઈને સીબીઆઈની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા પરંતુ એ પહેલા તેઓ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે તેઓ હાજર થતા તેમણે કોર્ટ સમક્ષ હાજર કરીને રીમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં 3 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.