અમદાવાદ પોલીસ ઠગાઈના કેસમાં મહાઠગ કિરણ પટેલની ગુરુવારે કસ્ટડી મેળવશે, કિરણ પટેલટ વિરુદ્ધ ગુજરાતમાં અલગ અગલ 4 ફરીયાદ નોંધાઈ છે.
શ્રીનગરમાં ઝડપાયો પાછળનો સૂત્રધાર કિરણ પટેલ, ગુજરાત પોલીસ હવે કડક હાથે પકડશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ભાજપના નેતાના ભાઈના બંગલો પચાવી પાડવાના મામલે કિરણ પટેલની રિમાન્ડ પર પૂછપરછ કરશે. આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શ્રીનગરથી ગુરુવારે અમદાવાદ આવી પહોંચશે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ગત સપ્તાહે પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વડોદરામાં નોંધાયેલા કેસમાં પણ કિરણ પટેલની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
બીજીવાર પોલીસને શંકા જતા સમગ્ર મામલો આવ્યો હતો સામે
કિરણ પટેલને શ્રીનગર પોલીસે 2 માર્ચે શહેરની એક હોટલમાંથી ઝડપી લીધો હતો. પટેલ નકલી PMO ઓફિસર તરીકે ઝેડ+ સિક્યોરિટી સાથે શ્રીનગરમાં ફરતો હતો. જ્યારે તે બીજી વખત શ્રીનગર પહોંચ્યો ત્યારે પોલીસને શંકા ગઈ. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાછળથી ખબર પડી કે કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ઘણા કેસ નોંધાયેલા છે અને તેણે ઘણા લોકોને છેતર્યા છે.
પોલીસે 2019 કેસની પણ તપાસ શરુ કરી છે
કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ઠગાઈનો ગુનો દાખલ કરાયો છે. જગદિશ ચાવડાનો બંગલો પચાવી પાડવાનો કારસો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેતરપિંડી મામલે ધરપકડ કરવામાં આવશે. આવતીકાલે ગુરુવારના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઠગ કિરણ પટેલ સાથે અમદાવાદમાં પહોંચશે. પોલીસે 2019માં નોંધાયેલા કેસની તપાસ શરૂ કરી છે. જેમાં કિરણ પટેલ પર ગરબા ફેસ્ટિવલનું આયોજન કરીને ફેરિયાઓને ચૂકવણી ન કરવાનો આરોપ છે. પોલીસ આ મામલે EDની મદદ લઈ શકે છે.
અમદાવાદનો બંગલો પચાવી પાડવાનો હતો કારસો
ક્રાઈમ બ્રાન્ચ શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં બંધ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટ પરથી અમદાવાદમાં લાવવામાં આવી રહ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમ ગુરુવારે કિરણ પટેલને લઈને પહોંચી શકે છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની પર રિનોવેશનના નામે બંગલો હડપ કરવાનો આરોપ છે. આ બંગલો અમદાવાદમાં સિંધુ ભવન રોડ છે. તેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે.