અમરેલી બગસરાના પીઠડીયા ગામે પ્રા. શાળામાંથી સિમેન્ટની ચોરી કરનાર પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. સિમેન્ટ,વાહન સહિત કુલ કિં.રૂ. ૩,૯૩,૨૦૦ ના મુદ્દામાલ સાથે lcbએ આરોપીઓને દબોચી પાડ્યા હતા.
અવાર નવાર બનતી ચોરીને ડામવા માટે પોલીસ જિલ્લામાં એલર્ટ થઈ ગઈ છે. ત્યારે ચોરીની બનતી નાનાથી લઈને મોટી ઘટનાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે અમરેલી પોલીસ દ્વારા ઈસમો સામે કાર્યવાહી કરાતા મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. .
પ્રા.શાળાના બિલ્ડીંગનું બાંધકામ શરૂ હોવાથી મેદાનમાં રાખેલ સિમેન્ટની થેલીઓની ચોરી કરવામાં આવી હતી. કંન્સ્ટ્રકશનના સુપરવાઇઝર દિવ્યેશગીરી ધરમગીરી ગૌસ્વામીએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપી હતી. અમરેલી lcb પોલીસે પકડાયેલ આરોપીઓ મુદ્દામાલ સહિત બગસરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથધરી હતી.
– પકડાયેલા આરોપીઓ
૧) હીરેન નારણભાઈ ગાધે, ઉ.વ.૨૫, રહે.તોરી, તા.વડીયા, જિ.અમરેલી
(૨) રાહુલ મનુભાઇ વાવડીયા, ઉ.વ.૧૮, રહે.મોરસલ, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર હાલ રહે.તોરી, નારણભાઇ રાવતભાઇ ગાધેની વાડીએ. તા.વડીયા, જિ.અમરેલી
(૩) વજુ નાનજીભાઇ બોહરીયા, ઉં.વ.૩૨, રહે.તોરી, શીવપરા, તા.વડીયા, જિ.અમરેલી
(૪) સિધ્ધાર્થ ચંદુભાઇ કોટડીયા, ઉ.વ.૨૦, રહે.તોરી, તા.વડીયા, જિ.અમરેલી
(૫) સંતોષ મેઘાભાઇ સાનીયા, ઉ.વ.૨૨, રહે.તોરી, તા.વડીયા, જિ.અમરેલી